માહિતી અને પ્રસારણ મંત્રાલય

"9વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ" પર તરણેતર મેળામાં પાંચ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શન


પ્રખ્યાત ભાતીગળ મેળામાં કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા કરાયું આયોજન

Posted On: 17 SEP 2023 3:27PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારના "૯ વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ"ની વિવિધ યોજનાઓની માહિતી આપતા પાંચ દિવસીય મલ્ટિમિડીયા પ્રદર્શનનું આયોજન તરણેતરના મેળા દરમિયાન કેન્દ્રીય સંચાર બ્યુરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, સુરત દ્વારા કરવામાં આવ્યું છે.

સરકારની સિદ્ધિઓ અને સફળતા જન જન સુધી પહોંચડવા માટે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રખ્યાત ભાતીગળ તરણેતરના મેળામાં કેન્દ્ર સરકારના "૯ વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ"ની વિવિધ યોજનાઓની એક જ સ્થળેથી માહિતી મળી રહે તેમજ વિભિન્ન રાષ્ટ્રીય અભિયાનોમાં જનજાગૃતિ વધે એ માટે તા.17 થી 21 સપ્ટેમ્બર, પાંચ દિવસ માટે મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન તા. 17નાં સવારે 11 વાગે કલેક્ટર અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ, થાનગઢમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર સ્પર્ધાનો વિષય 'આપણો વારસો-ભાતીગળ મેળો', નિબંધ સ્પર્ધાનો વિષય 'મિશન ચંદ્રયાન 2023' અને વક્તૃત્વ સ્પર્ધાનો વિષય 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' રાખવામાં આવ્યો હતો.

આ સ્પર્ધાનાં વિજેતા વિદ્યાર્થીઓને ઉદ્ઘાટન સમારોહમાં  કલેક્ટર સાહેબ અને અન્ય મહાનુભાવોના હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા.

આ પ્રદર્શન તા.17થી 21 સપ્ટેમ્બર દરમિયાન જાહેર જનતાને નિ:શુલ્ક જોવા મળશે. આ પ્રદર્શનને સફળ બનાવવા ક્ષેત્રિય પ્રચાર સહાયક દેવેન્દ્ર ત્રિવેદી, નરેશભાઈ વાઘેલા અને રોશનભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે, એવી માહિતી ક્ષેત્રિય પ્રચાર અઘિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ આપી હતી.

CB/GP/JD



(Release ID: 1958180) Visitor Counter : 122