વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

વડોદરામાં આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી સોમ પ્રકાશની ઉપસ્થિતિ માં પી.એમ. વિશ્વકર્મા યોજના લોંચ કરાઈ

Posted On: 17 SEP 2023 12:25PM by PIB Ahmedabad

વડોદરામાં આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સોમ પ્રકાશની ઉપસ્થિતિ માં પી.એમ. વિશ્વકર્મા યોજના લોંચ કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિન્કીબેન સોની, ધારાસભ્યો, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝાડફિયા, જિલ્લા કલેકટર અતુલ ગોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કલાકારો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

 દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે કેન્દ્ર સરકારની પીએમ વિશ્વકર્મા યોજનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના થકી વડોદરાના શહેરી અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના નાનાનાના કારીગરોને નાણાંકીય સમાવેશનમાં જોડવાનું ભગિરથ કાર્ય કરવામાં આવ્યુ છે. ત્યારે આ યોજનાનો લોન્ચિંગ કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સોમ પ્રકાશ તથા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ દિલ્હીથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી સોમ પ્રકાશ એ પ્રસંગોચિત ઉદબોધનમાં  ઉપસ્થિત તમામ કારીગરોને વિશ્વકર્મા જયંતિની  શુભેચ્છા આપી હતી. તેમજ આજના દિવસે પ્રધાનમંત્રીને આ યોજના શરૂ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમને ભારતે વર્તમાન સમયમાં વિશ્વમાં મેળવેલી સિદ્ધિઓ વર્ણવતા પ્રધાનમંત્રીને શુભેચ્છા આપી હતી.તેમજ ભારત ઘણા  ક્ષેત્રમાં આત્મ નિર્ભર બનીને વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. ભારત વિશ્વ ગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનામાં 18 પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુથાર, બોટ-નાવડી બનાવનાર, સરાણિયા (બખ્તર-ચપ્પુ બનાવનાર), લુહાર, હથોડી અને ટૂલકિટ નિર્માતા, તાળાના કારીગર, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, વાળંદ, ટોપલીટોપલા કે સાવરણીના કારીગર, દરજી, ધોબી, માળી, માછલી પકડવાની જાળી બનાવનારા, પરંપરાગત રમકડાના કારીગર ઉપરાંત સુવર્ણકામ કરનારા કારીગરોનો સમાવેશ કરાયો છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1958141) Visitor Counter : 100