સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાજકોટ ખાતે ઉદ્યોગ ભારતી, ખાદી પ્લાઝા, ગોંડલ સંસ્થામાં આયોજિત ખાદી આર્ટીગાર સંમેલન અને ખાદી રાખી કાર્યક્રમ યોજાયો


કતિન બહેનોએ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકારના અધ્યક્ષ શ્રી મનોજ કુમારના હાથ પર 'ખાદી રક્ષાસૂત' બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો

Posted On: 31 AUG 2023 3:03PM by PIB Ahmedabad

ગુજરાતના રાજકોટ ખાતે ઉદ્યોગ ભારતી, ખાદી પ્લાઝા, ગોંડલ સંસ્થામાં આયોજિત ખાદી આર્ટીગાર સંમેલન અને ખાદી રાખી કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ સંસ્થાઓની કતિન બહેનોએ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકારના માનનીય અધ્યક્ષ શ્રી મનોજ કુમારના હાથ પર 'ખાદી રક્ષાસૂત' બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો. આ પ્રસંગે કેવીઆઈસીના ચેરમેન શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડીને સતત આત્મનિર્ભર બનાવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ૯ વર્ષમાં ચરખા પર યાર્ન સ્પિન કરતી કતિન બહેનોના મહેનતાણામાં  ૨૩૩% થી વધુનો વધારો થયો છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારની મહિલાઓની આર્થિક સ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે.

સંમેલનને સંબોધતા માનનીય અધ્યક્ષ શ્રી મનોજ કુમારે કહ્યું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણી રાષ્ટ્રીય ધરોહર ખાદી 'સ્થાનિક થી વૈશ્વિક' બની છે. ખાદીએ છેલ્લા ૯ વર્ષમાં તેનો 'સુવર્ણ યુગ' જોયો છે.નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા ઉત્પાદનોનો બિઝનેસ રૂ. ૧.૩૪ લાખ કરોડને પાર કરી ગયો હતો. તેમજ આ નાણાકીય વર્ષમાં ખાદીએ ૯.૫૪ લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન કરીને ઈતિહાસ રચ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે ખાદીની આ નવી શક્તિને ધ્યાનમાં રાખીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'નવા ભારતની નવી ખાદી'ને કપડાંની સાથે 'શસ્ત્ર' તરીકે વ્યાખ્યાયિત કરી છે. આ ગરીબી નાબૂદી, કારીગર સશક્તિકરણ, ખાદ્ય સુરક્ષા, મહિલા સશક્તિકરણ અને બેરોજગારી નાબૂદી સામેના શસ્ત્રો છે.

કાર્યક્રમ દરમિયાન, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી ખાદી કતિન બહેનોએ કેવીઆઈસી  અધ્યક્ષને 'ખાદી રક્ષાસૂત' બાંધી અને દેશની પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે કેવીઆઈસી ના અધ્યક્ષે જણાવ્યું હતું કે તેમના હાથ પર બાંધેલું સ્વદેશી 'ખાદી રક્ષાસૂત' એ હકીકતનું પ્રતિક છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણું ભારત ઝડપથી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. આ કાર્યક્રમમાં કેવીઆઈસીના સ્ટેટ ડાયરેક્ટર, ગુજરાત ઓર્ગેનાઈઝેશન એસોસિએશનના અધ્યક્ષ, ખાદી ફેડરેશનના અધ્યક્ષ, ગુજરાતની ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, કેવીઆઈસીના અધિકારીઓ અને કર્મચારીઓ અને હજારો ખાદી કામદારો અને કતિન બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

CB/GP/JD


(Release ID: 1953718) Visitor Counter : 159


Read this release in: English