સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

ગુજરાત LSA, દૂરસંચાર વિભાગ દ્વારા આપત્તિઓ દરમિયાન કટોકટી સંદેશાવ્યવહારને વધારવા માટે સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ

Posted On: 28 AUG 2023 11:32AM by PIB Ahmedabad

ગુજરાત LSA, દૂરસંચાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગથી તે અમદાવાદ અને તેની નજીકના વિસ્તારોમાં તા.29-8-2023 (મંગળવાર) ના રોજ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ કરશે. આ પરીક્ષણ આપત્તિઓ દરમિયાન કટોકટીના સંદેશાવ્યવહારને વધારવા અને આપણા મૂલ્યવાન નાગરિકોની સલામતી અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવે છે.

આ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમના અખિલ ભારતીય સ્તરના પરીક્ષણનો એક ભાગ છે, જે વિવિધ મોબાઇલ ઓપરેટર્સની સિસ્ટમ્સ અને સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ્સની ઇમરજન્સી એલર્ટ બ્રોડકાસ્ટિંગ ક્ષમતાઓની કાર્યક્ષમતા અને અસરકારકતાનો અંદાજ કાઢવા માટે હાથ ધરવામાં આવી રહ્યું છે.

સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ એક અત્યાધુનિક ટેક્નોલોજી છે જે આપત્તિ વ્યવસ્થાપન માટે નિર્ણાયક અને સમય-સંવેદનશીલ સંદેશાઓને નિયુક્ત ભૌગોલિક વિસ્તારની અંદરના તમામ મોબાઇલ ઉપકરણો પર મોકલવાની મંજૂરી આપે છે, પછી ભલેને પ્રાપ્તકર્તાઓ નિવાસી હોય કે મુલાકાતીઓ હોય. આ સુનિશ્ચિત કરે છે કે મહત્વપૂર્ણ કટોકટીની માહિતી શક્ય તેટલા લોકો સુધી સમયસર પહોંચે. આ સિસ્ટમનો ઉપયોગ સરકારી એજન્સીઓ અને કટોકટી સેવાઓ દ્વારા લોકોને સંભવિત જોખમો વિશે જાણ કરવા અને ગંભીર પરિસ્થિતિઓ દરમિયાન તેમને માહિતગાર રાખવા માટે કરવામાં આવે છે. સેલ બ્રોડકાસ્ટનો ઉપયોગ સામાન્ય રીતે કટોકટીની ચેતવણીઓ આપવા માટે થાય છે, જેમ કે હવામાનની ગંભીર ચેતવણીઓ (દા.ત., સુનામી, ફ્લેશ ફ્લડ, ભૂકંપ, વગેરે), જાહેર સલામતી સંદેશાઓ, સ્થળાંતર સૂચનાઓ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી.

પરીક્ષણના સમયગાળા દરમિયાન એટલે કે તા.૨૯-૮-૨૦૨૩ (મંગળવાર)ના રોજ, અમદાવાદ અને તેની નજીકના વિસ્તારોમાં ગુજરાત રાજ્યના લોકોને તેમના મોબાઇલ ઉપકરણો પર સિમ્યુલેટેડ ઇમરજન્સી એલર્ટ મળી શકે છે. આ ચેતવણીઓ આયોજિત પરીક્ષણ પ્રક્રિયાનો ભાગ છે અને વાસ્તવિક કટોકટીનો સંકેત આપતી નથી. મૂંઝવણ ટાળવા માટે દરેક પરીક્ષણ ચેતવણીને સ્પષ્ટપણે " SAMPLE TESTING MESSAGE (નમૂના પરીક્ષણ સંદેશ)" તરીકે લેબલ કરવામાં આવશે.

 

CB/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1952831) Visitor Counter : 188


Read this release in: English