કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

કન્વર્જન્સ પહેલ કાર્યક્રમથી ઉર્જાવાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક સામેલ કરવામાં આવ્યા

Posted On: 27 AUG 2023 2:15PM by PIB Ahmedabad

ગાંધીનગર સ્થિત NIFTના ડાયરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદે માહિતી આપી હતી કે ટેક્સટાઇલ અને વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલય હેઠળની પાંચ પ્રતિષ્ઠિત સંસ્થાઓને એક કરવા, ઉદ્યોગ-શૈક્ષણિક ઇન્ટરફેસને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક વ્યાવસાયિક નેટવર્કનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલો એક અનન્ય સહયોગી પ્રયાસ 26 ઓગસ્ટ, 2023ના રોજ એક ભવ્ય કાર્યક્રમ સાથે સંપન્ન થયો. વર્ષ 2022માં શરૂ કરવામાં આવેલી આ પહેલમાં, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇનના ગાંધીનગર ખાતે આવેલા પરિસંકુલમાં વ્યાવસાયિક બેઠકોની તેની પ્રથમ શ્રેણીને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ માનનીય મંત્રી દ્વારા સંકલ્પ કરવામાં આવી તે મુજબ કન્વર્જન્સ (એક કેન્દ્રિતા)ની દૂરંદેશીનો પ્રસાર કરવાનો હતો, જેમાં ભાગ લેનારી પાંચ સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એક એવું મજબુત પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો કે જ્યાં વૈશ્વિક પ્રોફેશનલોનું નેટવર્ક બનાવવાની સંભાવનાનું આહ્વાન અને અન્વેષણ કરી શકાય. ગાંધીનગર NIFTના ઉત્સાહી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમાં નોંધપાત્ર પ્રમાણમાં હાજરી આપી હતી.

1995માં સ્થાપવામાં આવેલી ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT), એ ડિઝાઇન શિક્ષણ માટે સમર્પિત પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે. દેશના સૌથી અદ્યતન, સુરક્ષિત અને નૈસર્ગિક શહેરમાં આવેલું આ પરિસંકુલ ફેશન ઉદ્યોગના ઇતિહાસ અને ટેકનોલોજીકલ કૌશલ્યના ઊંડાણપૂર્વકના જ્ઞાનનો વિકાસ કરવા માટેના કેન્દ્ર તરીકે સેવા આપે છે. NIFT ગાંધીનગરના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ. સમીર સૂદે જણાવ્યું હતું કે, ગાંધીનગર સ્થિત NIFTમાં સ્નાતક, અનુસ્નાતક અને નિરંતર શિક્ષણ સહિતના કાર્યક્રમોની વ્યાપક શ્રેણી પૂરી પાડવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય ડિઝાઇન, ટેકનોલોજી અને ફેશન મેનેજમેન્ટની ઊંડાણપૂર્વકની સમજને પ્રોત્સાહન આપવાનો છે. સ્નાતક સ્પેક્ટ્રમમાં વિશિષ્ટ B.Des અને B.F.Tech અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે જેમાં ફેશન, એસેસરી, ટેક્સટાઇલ અને ફેશન કોમ્યુનિકેશનનો સમાવેશ થાય છે, જ્યારે અહીં પૂરા પાડવામાં આવતા અનુસ્નાતક અભ્યાસક્રમોમાં M.F.M અને M.Des અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

NIFT ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદે આગળ સમજાવતા કહ્યું હતું કે, આ સહયોગી પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય પાંચ પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે એક વ્યાપક વ્યાવસાયિક નેટવર્ક સ્થાપિત કરવાનો છે. આ પ્રયાસ સંખ્યાબંધ દૂરંદેશપૂર્ણ ઉદ્દેશ્યોના પગલે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં નીચે ઉલ્લેખિત ઉદ્દેશ્યો સામેલ છે:

વૈશ્વિક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્ક માટે પ્લેટફોર્મ બનાવવું: એક મૂળભૂત ધ્યેય એ ગતિશીલ વૈશ્વિક વૈશ્વિક ભૂતપૂર્વક નેટવર્કના પ્લેટફોર્મની સ્થાપના કરવાનો છે. આ પ્લેટફોર્મ વર્ચ્યુઅલ કેન્દ્ર તરીકે સેવા આપશે. આ પ્લેટફોર્મ વિવિધ ક્ષેત્રોમાં તજજ્ઞતા ધરાવતા અને વિવિધ ભૌગોલિક સ્થાનોમાંથી આવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકજૂથ કરશે અને સરહદોની મર્યાદા ઓંગળીને તેમના પારસ્પરિક જોડાણોને પ્રોત્સાહન આપશે.

પારસ્પરિક લાભદાયી સંસ્કૃતિનું સંવર્ધન કરવું: આ સહયોગમાં એક એવી દ્વિ-માર્ગી સહજીવન સંસ્કૃતિ કેળવવાની ઇચ્છા રાખવામાં આવી છે કે જે તમામ પાંચ સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે અર્થપૂર્ણ સંવાદને પોષે. એકબીજા સાથે લિંકેજ અને સંવાદની સુવિધા પૂરી પાડીને, આ સંસ્કૃતિ જ્ઞાનના આદાનપ્રદાન, સહયોગ અને પારસ્પરિક વૃદ્ધિને પ્રોત્સાહિત કરશે.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ટકાઉક્ષમ ડેટાબેઝનું ઉન્નતીકરણ: દરેક વ્યક્તિગત સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ડેટાબેઝને અપડેટ કરવા માટે એક મજબૂત મિકેનિઝમના સતત સંકલન અને રચના માટે નિરંતર ચાલતા પ્રયાસો સમર્પિત કરવામાં આવશે. આનાથી નેટવર્કને અદ્યતન અને સુસંગત રાખે તેવા ઝીણવટપૂર્ણ રેકોર્ડ રાખવાનું સુનિશ્ચિત થાય છે.

સર્વગ્રાહી ઇકોસિસ્ટમનું સર્જન: આની પાછળની મહત્વપૂર્ણ મહત્વાકાંક્ષા એવી સર્વગ્રાહી ઇકોસિસ્ટમની સ્થાપના કરવાનું છે, જે 360-ડિગ્રી સમર્થન સિસ્ટમ પ્રદાન કરે. આ સમર્થન સિસ્ટમ માત્ર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ હાલના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંસ્થાઓની પણ કાળજી રાખશે. આ ઇકોસિસ્ટમ પારસ્પરિક સમર્થનના માહોલને ઉત્તેજન આપીને, વૃદ્ધિ અને શ્રેષ્ઠતાને આગળ ધપાવશે.

કાર્યક્ષમ વ્યવસાયિક અને શૈક્ષણિક થિંક-ટેન્કની રચના: સહયોગની દૂરંદેશી મહત્વાકાંક્ષા અસરકારક વ્યાવસાયિક અને શૈક્ષણિક થિંક-ટેન્કની રચના કરવાની છે. વૈવિધ્યસભર માનસ અને પરિપ્રેક્ષ્યોનો સમાવેશ કરતી આ થિંક-ટેન્ક આવિષ્કારી વિચારોના પાવરહાઉસ તરીકે સેવા આપશે, જે સર્જનાત્મક અર્થતંત્રમાં વૈશ્વિક અગ્રણી તરીકે ભારતના ઉદયમાં યોગદાન આપશે.

 

NIFT ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, આ સહયોગ સંસ્થાકીય મર્યાદાઓને ઓળંગીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની શ્રેષ્ઠતાની ટેપેસ્ટ્રીને એકસાથે વણી લેવા માટે રચવામાં આવી છે. આ ઉદ્દેશ્યો પરિપૂર્ણ કરીને, એક મજબૂત અને એકબીજા સાથે જોડાયેલા સમુદાયનું નિર્માણ કરવાનો આ એવો પ્રયાસ છે, જે તેના સભ્યોનું સશક્તિકરણ કરવાની સાથે સાથે વૈશ્વિક સર્જનાત્મક પરિદૃશ્ય પર પણ દૂરોગામી સકારાત્મક અસર પાડે ભારતને સર્જનાત્મક આવિષ્કારમાં મોખલાનું સ્થાન આપે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદરણીય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપીને કન્વર્જન્સ પહેલમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. NIFT ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદે માહિતી આપી હતી કે, સહભાગીઓને ગાંધીનગરના પરિસંકુલ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને આંતરદૃષ્ટિપૂર્ણ ચર્ચાઓ તેઓ જોડાયા હતા, જેમાં ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (FDDI), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પેકેજિંગ (IIP), નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન (NID) અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT)ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે સંબંધોને મજબૂત કરવા અને સહયોગને પ્રોત્સાહન આપવાની તીવ્ર ઇચ્છા પ્રતિબિંબિત થાય છે.

 

NIDના ડાયરેક્ટર શ્રી પ્રવીણ નાહરે એક પ્રેઝન્ટેશન રજૂ કરીને આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. તેમના સંબોધનમાં, તેમણે સહયોગના મહત્વ વિશે ચર્ચા કરી હતી અને પાંચ સંસ્થાઓને એકસાથે લાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને પ્રતિષ્ઠિત સંસ્થાઓના સ્નાતકોને ભાવિ સહયોગ વિશે ચર્ચામાં જોડાવા માટે એકજૂથ કરવાની આ સમૂહમિલનની વિશિષ્ટતા પર ભાર મૂક્યો હતો.

ઉદ્યોગ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બાબતો, NIFTના વડા પ્રો. ડૉ. જોનાલી બાજપાઇએ આઇડિએશન પ્રક્રિયાનું વિગતે વર્ણન કર્યું હતું જેના કારણે CORE (સંસાધન અને ઇકોસિસ્ટમનું કન્વર્જન્સ)ની રચના થઇ છે અને કેવી રીતે પાંચ સંસ્થાઓનું એકીકરણ તેમાં સામેલ થનારા દરેકને વધુ લાભ અપાવશે તે અંગે પણ સમજાવ્યું હતું. તેમણે CORE દ્વારા હાથ ધરવામાં આવનારા લક્ષ્યો અને સંભવિત માર્ગ વિશે પણ વાત કરી હતી.

 

આ કાર્યક્રમ સાંજે 6:00 વાગ્યે શરૂ થયો હતો અને 9:00 વાગ્યા સુધી ચાલ્યો હતો. કન્વર્જન્સ પહેલના સારને સમાવે તેવો એક વ્યાપક એજન્ડા તેમાં પૂરો પાડવામાં આવ્યો હતો, જેની વિગતો નીચે મુજબ છે:

કન્વર્જન્સના આઇડિયા અંગે પ્રેઝન્ટેશન: કન્વર્જન્સની પરિકલ્પના વિશે વિગતવાર ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેમાં પાંચ સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે તાલમેલ અને એકબીજા સાથે લિંકેજ સ્થાપવાની તેની સંભવિતતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

5 સંસ્થાઓની ઝાંખી: ભાગ લેનારી દરેક સંસ્થાની વ્યાપક ઝાંખી પૂરી પાડવામાં આવી હતી, જેમાં તેમના અનન્ય યોગદાન અને શક્તિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે કન્વર્જન્સ પર ઓપન હાઉસ ચર્ચા: એક સંવાદાત્મક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કન્વર્જન્સ પરના પોતાના દૃષ્ટિકોણ વિશે મુક્ત રીતે ચર્ચા કરી હતી અને સહયોગની સુવિધા પૂરી પાડવા માટે વિચારો રજૂ કર્યા હતા.

પ્રદર્શન અથવા પૂર્વાયોજિત પ્રવૃત્તિઓ: ઉપસ્થિતોની સરભરાના ભાગરૂપે આ કાર્યક્રમમાં સર્જનાત્મકતા અને મનોરંજનનો સ્પર્શ ઉમેરે તેવા મનમોહક પર્ફોર્મન્સ અથવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આભાર વચન: આયોજકોએ કન્વર્જન્સ પહેલમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ તમામ સહભાગીઓને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ કન્વર્જન્સ પહેલના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે, જેમાં ખાસ કરીને વૈશ્વિક ભૂતપૂર્વ વિદ્યાર્થી નેટવર્કનું પ્લેટફોર્મ તૈયાર કરવા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં એકબીજા વચ્ચે લિંકેજને પ્રોત્સાહન આપવા અને તેમાં સામેલ તમામ હિતધારકો માટે સમર્થનની ઇકોસિસ્ટમ સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે અંકિત થયો છે. NIFT ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદે જણાવ્યું હતું કે, સહયોગની સફળતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ સહભાગીતા અને ભારતના ઊભરતાં વૈશ્વિક સર્જનાત્મક અર્થતંત્રમાં યોગદાન આપવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતામાં સ્પષ્ટ દેખાઇ આવી હતી.

કન્વર્જન્સ પહેલના ભાવિ પ્રયાસો માટે એક આશાસ્પદ સ્વર નિર્ધારિત કરીને આ કાર્યક્રમ બેશકપણે એક અદ્ભૂત સફળ આયોજન રહ્યું હતું.

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1952665) Visitor Counter : 129


Read this release in: English