અંતરિક્ષ વિભાગ

મિશન ચંદ્ર


એસ્ટ્રોનોમીમાં રસ વધારવા માટે કેર અને હેન્ડહોલ્ડિંગ

Posted On: 22 AUG 2023 7:50PM by PIB Ahmedabad

મિશન ચંદ્ર સાયન્સ કોમ્પિટિશન, જેનું આયોજન કન્ટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ, ગુજરાત સર્કલ દ્વારા સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઈસરો, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સાયન્સ સિટીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાતભરની એન્જિનિયરિંગ કોલેજોની ટીમો તરફથી 80થી વધુ નોમિનેશન મળ્યા હતા.

ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં 300થી વધુ વિદ્યાર્થીઓ સાથે 80થી વધુ ટીમોએ 19 ઓગસ્ટ 2023ના રોજ ઓડિટોરિયમ 1 સાયન્સ સિટી ખાતે તેમના ડિજિટલ 3 ડી મોડેલ સાથે સ્પર્ધા કરી હતી. 80 ટીમોમાંથી 11 ટીમો વિજેતા બનીને ઉભરી આવી હતી.

22 ઓગસ્ટ 2023ના રોજ મીમન્સા, છઠ્ઠો માળ, ઓ/ઓ સીસીએ ગુજરાત, પી એન્ડ ટી એડમિન ખાતે બી.એલ.ડી.જી., ખાનપુર, અમદાવાદ પી.આર.સી.સી.એ., પશ્ચિમ ઝોન, સીપીએમજી ગુજરાત અને સીસીએ ગુજરાતની ઉપસ્થિતિમાં તથા એસ.એ.સી.ઈસરો, ગુજકોસ્ટ અને સાયન્સ સીટી અમદાવાદના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાથમિક રાઉન્ડના વિજેતાઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રારંભિક રાઉન્ડના વિજેતાઓને રોકડ ઇનામો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેઓ 23.08.2023નાં રોજ ઇસરોનાં સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટરથી ચંદ્રની સપાટી પર સીધું ઉતરાણ કરનારું ચંદ્રયાન-3 નિહાળશે.

11 વિજેતા ટીમો સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં આગળ વધે છે જેમાં તેઓ પ્રારંભિક રાઉન્ડમાં રજૂ કરવામાં આવેલા ડિજિટલ મોડેલ (લોન્ચ વ્હીકલ, લેન્ડર અથવા રોવર)ના ફિઝિકલ મોડેલ (પ્રોટોટાઇપ) બનાવશે. આ માટેનું મૂલ્યાંકન સાયન્સ સિટી, અમદાવાદ ખાતે 25 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવશે.


CB/GP/JD



(Release ID: 1951202) Visitor Counter : 172