સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

યુનાઇટેડ સ્ટેટ્સ (USA)ના આરોગ્ય અને માનવ સેવા સચિવશ્રી, ઝેવિયર બેસેરાએ જી20ની સફળતા માટે ભારતના આયોજનને બિરદાવ્યું


ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ભારત સાથે અમારો ખૂબ જ મજબૂત અને નિર્ભર સંબંધ છે : ઝેવિયર બેસેરા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નેતૃત્વમાં ભારતની શાખ વિશ્વ ભરમાં વધી રહી છે અને ભારત મેડિકલ અને ફાર્માસ્યુટિલ્સ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવા જઈ રહ્યું છે

વિશ્વ અત્યારે ભારત પર આધાર રાખી રહ્યું છે અને ભારતની મેડિસિન અને હેલ્થ સર્વિસ ફક્ત ભારતીયો માટે જ નહીં પરંતુ વિશ્વ માટે ઉપલબ્ધ છે

Posted On: 18 AUG 2023 8:11PM by PIB Ahmedabad

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જી20 ગ્લોબલ સમિટ આરોગ્ય મંત્રીશ્રીઓની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. સમિટ સંદર્ભે ગુજરાતની મુલાકાતે આવેલા યુનાઈટેડ સ્ટેટના આરોગ્ય અને માનવ સેવાના સચિવશ્રીએ જી20 અંગે ભારતના પ્રેસિડેન્સીને બિરદાવ્યું છે, આરોગ્ય ક્ષેત્રે ભારતના યોગદાનની પ્રશંસા કરી હતી.

શ્રી ઝેવિયર બસેરાએ જણાવ્યું કે, ભારતના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી સાથે થયેલ બેઠકમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે દવાઓની ગુણવત્તા અને ઉપલબ્ધતા અંગે સંકલન અને સહયોગ આપવાની ખાતરી આપવાની વાત કરી હતી.

તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રંશસા કરતાં જણાવ્યું કે, તેમના નેતૃત્વમાં ભારત થોડા દાયકાઓમાં જ પોતાની શક્તિને પ્રદર્શિત કરી રહ્યું છે. તેમણે મીડિયા સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદૃષ્ટિથી આજે ભારત વિશ્વનેતા તરીકેની ઓળખ બતાવી શકે છે.

ભારત અને અમેરિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે ટિપ્પણી કરતાં જણાવ્યું કે અમે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ શ્રી જો બાયડન દ્વારા વિકાસલક્ષી પહેલની જે શરૂઆત કરી છે તેને આગળ ધપાવવા તથા તેમા અમેરિકા પોતાનું યોગદાન આપવા તત્પર છે. મેડિસિન અને હેલ્થ સર્વિસ સમગ્ર વિશ્વના માનવજાતિ માટે ઉપલબ્ધ કરાવવા માટે અમેરિકા ભારત સાથે છે.

CB/GP/JD



(Release ID: 1950246) Visitor Counter : 89