કાપડ મંત્રાલય
સુખાકારી અને પ્રકૃતિ સુમેળ: 18 ઓગસ્ટ 2023ના રોજ મિશન LiFE દ્વારા માર્ગદર્શિત NIFT ગાંધીનગરના અદ્ભુત આયુર્વસ્ત્ર પ્રદર્શિત કરવામાં આવશે
Posted On:
16 AUG 2023 1:45PM by PIB Ahmedabad
ગાંધીનગર ખાતે આવેલા NIFTના નિયામક પ્રો. ડૉ. સમીર સૂદ દ્વારા આયુર્વસ્ત્ર – નિરામય પંથ (ડિઝાઇન કલેક્શન શો)ની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગમાં આ આયોજન કરવામાં આવ્યું છે. NIFT ગાંધીનગર ખાતે “આયુર્વસ્ત્ર – નિરામય પંથ” થીમ હેઠળ આગામી G20ના ડેપ્યૂટી અને આરોગ્ય મંત્રીઓની યોજાનારી બેઠક દરમિયાન ગૌરવભેર આ અનોખા અને આવિષ્કારી ડિઝાઇન કલેક્શન શો પ્રસ્તૂત કરવામાં આવશે.
ફેશન શિક્ષણ ક્ષેત્રમાં એક પ્રતિષ્ઠિત સંસ્થા NIFT ગાંધીનગર દ્વારા, G20 નાણાં મંત્રીઓના સાંસ્કૃતિક ડિનરના ભાગ રૂપે ભવ્ય ફેશન સ્પેક્ટેકલ (ભવ્ય ફેશન કાર્યક્રમ) તૈયાર કરવા માટે 16 જુલાઇ 2023ના રોજ ભારત સરકાર સાથે ગૌરવપૂર્ણ સહયોગ કરવામાં આવ્યો છે. ગાંધીનગરની અદભૂત પૃષ્ઠભૂમિમાં, આ ઐતિહાસિક કાર્યક્રમ G20ના નેજા હેઠળ જાહેર કરવામાં આવ્યો છે, જે G20 શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેનારા આદરણીય વૈશ્વિક અગ્રણીઓ સમક્ષ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વાઇબ્રન્ટ ફેશન ઉદ્યોગને ભવ્ય રીતે રજૂ કરે છે. NIFT ગાંધીનગરના નિયામક આદરણીય પ્રો. ડૉ. સમીર સૂદના માર્ગદર્શન હેઠળ, સમર્પિત ફેકલ્ટીઓ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "મિશન LiFE"ના દૂરંદેશીપૂર્ણ સારને સાકાર કરીને, આ કાર્યક્રમના દરેક પાસાની અત્યંત કાળજીપૂર્વક ગોઠવણ કરી છે. મિશન LiFEમાં આપણા પૃથ્વી ગ્રહ સાથે ઘનિષ્ઠ જોડાણને પ્રોત્સાહન આપવાની સાથે સાથે, ટકાઉક્ષમતાના ભવિષ્યની દિશામાં વૈશ્વિક સમુદાયોને એકજૂથ કરીને, 'પીપલ ટુ પ્લેનેટ'ના નૈતિક સિદ્ધાંતો સમાવી લેવામાં આવ્યા છે. NIFT ગાંધીનગરના નિયામક પ્રો. ડૉ. સમીર સૂદ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, પાંચમાંથી ત્રણ સિક્વન્સને ડિઝાઇન કરવા અને તેને પ્રદર્શિત કરવા માટે રિતુ બેરી, અંજુ મોદી અને પાયલ જૈન જેવા જાણીતા ભારતીય ડિઝાઇનરોએ NIFT ગાંધીનગર સાથે સહયોગ કર્યો છે અને આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં તેમની સર્જનાત્મક ક્ષમતા ઉમેરી છે.
NIFT ગાંધીનગરે 'નિરામય પંથ – આયુર્વસ્ત્ર દ્વારા સ્વાસ્થ્યવ્રત' દર્શાવવા માટેની આ સફર શરૂ કરીને તેની સફળતાની ગાથામાં વધુ એક સિદ્ધિ ઉમેરી છે. આ શબ્દ જ 'સ્વાસ્થ્ય તરફના માર્ગ'ને સાકાર કરે છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરવામાં આવેલી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની, ઔષધીઓને પ્રોત્સાહન આપવાની, ઓર્ગેનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવાની અને ઔષધીય વનસ્પતિઓનો ઉછેર કરવાની દૂરંદેશીનો પડઘો પાડે છે. તે 'આયુષ'ના મિશન સાથે પણ એકીકૃત રીતે સંરેખિત થાય છે. પ્રો. ડૉ. સમીર સૂદે માહિતી આપી હતી કે, આ જોડાણ પ્રકૃતિ માતાના વિવિધ પાસાઓની ઉજવણી કરતી વખતે, આપણને 'નિરામય પંથ' તરીકે ઓળખવામાં આવતા સુખાકારીના માર્ગ પર આબેહૂબ રીતે માર્ગદર્શિત કરે છે.
પ્રો. ડૉ. સમીર સૂદે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમને પાંચ મનમોહક સિક્વન્સની શ્રેણીમાં રજૂ કરવામાં આવશે, જેમાં ડિઝાઇન કલેક્શન પ્રદર્શન જીવનના સારનાં વિશિષ્ટ પાસાઓને ઝીણવટ રીતે ઉજાગર કરશે. આ કલાત્મક સફરની શરૂઆત કરતા, ખ્યાતનામ ફેશન ડિઝાઇનર સુશ્રી અંજુ મોદી, 'જનન' (ઉત્પત્તિ/જીવનનું ઉદ્ગમ) સેગમેન્ટનું નેતૃત્વ સંભાળશે, જેમાં નિર્દોષતા અને પ્રજનનક્ષમતાની કલ્પનાઓમાં ઊંડાણપૂર્વક ઉતરીને 'आयुर्वस्त्र' (આયુર્વસ્ત્ર)ની અંદર 'फल' (ફળ)ના પ્રતીકવાદનું અન્વેષણ કરવામાં આવશે. ત્યારપછીના ક્રમે, NIFT ગાંધીનગરની પ્રસ્તૂતિ સાથે 'पोषण' (પોષણ/જીવનનું સંવર્ધન) કેન્દ્ર સ્થાને રહેશે, જે 'पत्र' (પર્ણ) દ્વારા દર્શાવવામાં આવેલ વૃદ્ધિનું પ્રતીક છે. આદરણીય સુશ્રી પાયલ જૈન દ્વારા તૈયાર કરવામાં આવેલા 'वर्धन' (વૃદ્ધિ/ જીવનનો વિકાસ) તબક્કામાં સકારાત્મક શરૂઆત અને પ્રગતિની થીમને કેપ્ચર કરવામાં આવશે, જેને સુંદર રીતે 'मूल' (મૂળ) દ્વારા દર્શાવવામાં આવ્યું છે. NIFT ગાંધીનગર, કાળજી અને અનુપાલનના પ્રતીક 'त्वाक' (કવચ) પર ધ્યાન કેન્દ્રિત કરીને, 'रक्षण' (સુરક્ષા/જીવનની કાળજી) પ્રકરણ પર પ્રકાશ પાડવા માટે પરત ફરશે. ગ્રાન્ડ ફિનાલે તરીકે પ્રખ્યાત ફેશન ડિઝાઇનર શ્રીમતી રિતુ બેરી દ્વારા કલાત્મક રીતે તૈયાર કરવામાં આવેલા 'परायण' (આત્મસાત/જીવનમાં સમાવી લેવું)ને રજૂ કરવામાં આવશે, જેમાં આકર્ષક 'पुष्प' (ફુલ)ની અંદર સમાયેલી ભક્તિ અને ઉત્સાહની રજૂઆત કરવામાં આવશે.
जनन ઉત્પત્તિ/જીવનનું ઉદ્ગમ फल (ફળ)નું આયુર્વસ્ત્ર
पोषण પોષણ/જીવનનું પોષણ पत्र(પર્ણ)નું આયુર્વસ્ત્ર
वर्धन વૃદ્ધિ/જીવનનો વિકાસ मूल(મૂળ)નું આયુર્વસ્ત્ર
रक्षण સુરક્ષા/જીવનની કાળજી त्वाक (કવચ)નું આયુર્વસ્ત્ર
परायण આત્મસાત/જીવનમાં સમાવી લેવું पुष्प(ફુલ)નું આયુર્વસ્ત્ર
|
પ્રો. ડૉ. સમીર સૂદે એવી માહિતી પણ આપી હતી કે, થીમમાં નીચે આપેલા પ્રતીકાત્મક તત્વોનો સમાવેશ થાય છે: ફળો, જીવનની ઉત્પત્તિ અને શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે, નવજાત શિશુઓની નિર્દોષતા, વૃદ્ધિનું વચન આપે છે અને દાડમના જીવંત ગુલાબી રંગ દ્વારા સશક્તિકરણને ઉત્પ્રેરિત કરે છે. પર્ણો અથાક પ્રયત્નોની પરાકાષ્ઠા રજૂ કરે છે, જે નીલવર્ણી વાદળીનો પડઘો પાડે છે, પોષણ અને નિરંતર સુધારણાનું ચિત્રણ કરે છે. વિકાસ, પ્રગતિ અને દીર્ધાયુના પ્રતીક 'આગળ વધો'નો હરિત (શુભ) સંકેત આપીને સંપન્નતાના મૂળ સારને ‘મૂળ’ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. કવચ, રક્ષણ અને સંભાળને ઉત્પ્રેરિત કરે છે, જેમાં લાલ રંગના શેડ દ્વારા નિયમોના અનુપાલન દ્વારા સલામતીનું પ્રતીક આપવામાં આવ્યું છે તેમજ માટીનો તપખીરિયો રંગ શક્તિ અને નિરંતરતા રજૂ કરે છે. ફૂલો, ધરતી માતાની ભક્તિમાં અર્પણ કરવામાં આવતી સુગંધિત ચીજ તરીકે, જીવનમાં અપનાવવાની અને સંવર્ધનની વિભાવનાને સાકાર કરે છે.
સંદેશને વિસ્તૃત કરવા, લોકોમાં ઉત્સાહ પ્રજ્વલિત કરવા અને આ ભવ્ય કાર્યક્રમ પાછળની ગાથા શેર કરવા માટે અમે કૃપા કરીને આપનું સમર્થન માંગીએ છીએ. આપની સામેલગીરી અને કવરેજ આ પ્રસંગને આકર્ષિત કરનારી નોંધપાત્ર પ્રતિભા, કલાત્મકતા અને ચાતુર્યને પ્રકાશિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તમારા કૅલેન્ડર્સ 18 ઓગસ્ટ, 2023ને અંકિત કરી રાખો અને અમારી સાથે જોડાઓ કારણ કે NIFT ગાંધીનગર વૈશ્વિક મંચ પર ભારતીય ફેશન અને કારીગરીનું અપ્રતિમ પ્રદર્શન કરે છે. ભારતીય ફેશનના પરાકાષ્ઠાના સાક્ષી બનવાનો આ એક અનમોલ અવસર છે, કારણ કે NIFT ગાંધીનગર સમગ્ર દુનિયામાં અને સંવેદના ઉત્પન્ન કરે છે અને સૌ કોઇને મંત્રમુગ્ધ કરવાનું વચન આપતા અસાધારણ કાર્યક્રમ માટે મંચ તૈયાર કરે છે. ચાલો, ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરવામાં આવેલા ટકાઉક્ષમ ભવિષ્ય પ્રત્યેના અડગ સમર્પણના આનંદમાં ઓતપ્રોત થઇ જઇએ.
ટીઝર
1. जनन: આયુર્વસ્ત્રનું ફળ
દાડમ જેવા ગુલાબી રંગ દ્વારા નવજાત શિશુની નિર્દોષતા, નવજાતના બગાસા, પ્રજનનક્ષમતા અને નારી સશક્તિકરણને રજૂ કરવામાં આવે છે. આ કલેક્શન સુશ્રી અંજુ મોદી રજૂ કરશે
2. पोषण પોષણ/જીવનનું પોષણ આયુર્વસ્ત્રનું પર્ણ:
નીલવર્ણી વાદળી દ્વારા સખત પરિશ્રમ અને અંતે વધુ સારું મેળવવાના નિરંતર પ્રયાસોરૂપી છેવટના પરિણામને રજૂ કરવામાં આવે છે. NIFT ગાંધીનગર દ્વારા કલેક્શન રજૂ કરવામાં આવશે.
3. वर्धन વૃદ્ધિ/જીવનનો વિકાસ મૂળનું આયુર્વસ્ત્ર
વિકાસ, પ્રગતિ અને દીર્ધાયુના મૂળ કારણ 'આગળ વધો'નો હરિત (શુભ) સંકેત અને સકારાત્મક શરૂઆત એટલે કે આરંભને રજૂ કરવામાં આવે છે. સુશ્રી પાયલ જૈન (પ્રખ્યાત ફેશન ડીઝાઇનર) દ્વારા કલેક્શન રજૂ કરવામાં આવશે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1949332)
Visitor Counter : 214