યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

વડોદરા જિલ્લામાં "મારી માટી મારો દેશ" કાર્યક્રમ અંતર્ગત માટીને નમન વીરોને વંદન થીમ પર કાર્યક્રમ તથા વૃક્ષારોપણ કરાયું

Posted On: 11 AUG 2023 4:57PM by PIB Ahmedabad

આઝાદીના અમૃત મહોત્સવના સમાપન કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર, ગુજરાત રાજ્ય સરકાર, વડોદરા જિલ્લા વહીવટી તંત્ર, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર વડોદરા તેમજ વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા વિવિધ ગામોમાં મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન ૯મી ઓગસ્ટથી આરંભ કરવામાં આવ્યું. જેમાં નિયત નમૂનામાં શિલફલકમ, વસુધા વંદન, માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ, પંચ પ્રણ સંદર્ભે શપથ, ૭૫ વૃક્ષોનું વૃક્ષારોપણ તેમજ અંતમાં ધ્વજ વંદન તથા રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.



સદર કાર્યક્રમમાં ગ્રામ સમિતિના સભ્યો, ગ્રામજનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, એન.એન.એસ. સ્વયં સેવકો તેમજ નેહરુ યુવા કેન્દ્ર વડોદરાના સ્વયં સેવકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.

CB/GP/JD


(Release ID: 1947798) Visitor Counter : 143