યુવા બાબતો અને રમત મંત્રાલય

ભરૂચ ખાતે "મેરી માટી, મેરા દેશ" કાર્યક્રમ અંતર્ગત માટીને નમન વીરોને વંદન થીમ પર કાર્યક્રમ તથા વૃક્ષારોપણ કરાયું

Posted On: 10 AUG 2023 7:03PM by PIB Ahmedabad

આઝાદીના અમૃત મહોત્સવના સમાપન કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર, ગુજરાત રાજ્ય સરકાર, ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નહેરૂ યુવા કેન્દ્ર તેમજ ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા વિવિધ ગામોમાં મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન ૯મી ઓગસ્ટથી આરંભ કરવામાં આવ્યું.

જેમાં ગ્રામ સભા, નિયત નમૂનામાં શિલાફલકમ સ્થાપના,વસુધા વંદન કાર્યક્રમમાં ૭૫ વૃક્ષોનું વૃક્ષારોપણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા તેમજ સેલ્ફી અપલોડ તેમજ વીરોને વંદન કાર્યક્રમ દ્વારા વીરોને યાદ કરીને તેમનું સન્માન તેમજ વીર શહીદોના કુટુંબીજનોને આમંત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતમાં ધ્વજ વંદન તેમજ રાષ્ટ્રગાન દ્વારા સમાપન કરવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમમાં અલગ અલગ વિભાગના અધિકારી ગણો, ગ્રામ પંચાયત સમિતિના સભ્યો,ગ્રામજનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નહેરૂ યુવા કેન્દ્રના સ્વયં સેવકો હાજર રહ્યા હતા.

CB/GP/JD



(Release ID: 1947565) Visitor Counter : 176