યુવા બાબતો અને રમત મંત્રાલય

વડોદરામાં "મારી માટી મારો દેશ" કાર્યક્રમ અંતર્ગત માટીને નમન વીરોને વંદન થીમ પર કાર્યક્રમ તથા વૃક્ષારોપણ કરાયું

Posted On: 10 AUG 2023 3:24PM by PIB Ahmedabad

આઝાદીના અમૃત મહોત્સવના સમાપન કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર, ગુજરાત રાજ્ય સરકાર, વડોદરા જિલ્લા વહીવટી તંત્ર, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર વડોદરા તેમજ વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા વિવિધ ગામોમાં મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન ૯મી ઓગસ્ટથી આરંભ કરવામાં આવ્યું, જેમાં માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ તેમજ ૭૫ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમમાં ગ્રામ સમિતિના સભ્યો,ગ્રામજનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, એન.એન.એસ. સ્વયં સેવકો તેમજ નહેરુ યુવા કેન્દ્ર વડોદરાના સ્વયં સેવકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1947411) Visitor Counter : 150