સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ઈન્ડિયા પોસ્ટની ફ્રેન્ચાઈઝીનું લાયસન્સ આપવા માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી

Posted On: 10 AUG 2023 12:56PM by PIB Ahmedabad

ભારતીય ડાક વિભાગ સમગ્ર દેશમાં ભારતના નાગરિકોને ટપાલ સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેથી ગ્રાહકોને સેવાની ઉપલબ્ધતામાં સુધારો કરવા માટે અમદાવાદ સિટી ડિવિઝન હેઠળ એક ફ્રેન્ચાઈઝી ખોલવાની છે. ફ્રેન્ચાઈઝી લાયસન્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

ફ્રેન્ચાઈઝી રજિસ્ટર્ડ પોસ્ટ, સ્પીડ પોસ્ટ, મની ઓર્ડર, રજિસ્ટર્ડ પાર્સલ, સ્પીડ પોસ્ટ પાર્સલ બુકિંગ અને સ્ટેમ્પ સેલ સેવાઓ પ્રદાન કરશે.

અરજીને 1) ઉમંરનો પુરાવો (સ્કૂલ છોડવાનું પ્રમાણપત્ર) 2) પાન કાર્ડ 3) આધાર કાર્ડ 4) કાયમી અને હાલના રહેઠાણના સરનામાનો પુરાવો 5) શૈક્ષણિક ડિગ્રી પ્રમાણપત્ર 6) કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર જો કોઈ હોય તો 7) ફ્રેન્ચાઈઝી માટેની જગ્યાની માલિકીનો પુરાવો જો કોઈ હોય તો (ફ્રેન્ચાઈઝી માટેની જગ્યા જો ભાડે હોય તો ભાડાની માલિકી અને ભાડાનો સમયગાળો દર્શાવતો કરાર 8) બે જવાબદાર વ્યક્તિઓ દ્વારા ચારિત્ર પ્રમાણપત્ર 9) સૂચિત ફ્રેન્ચાઈઝી આઉટલેટ અને નજીકના મહત્વપૂર્ણ સીમાચિહ્ન/સ્થળ વગેરેના સ્થાનને નિર્ધારિત કરતા વિસ્તારનો રફ સ્કેચ નકશો.

અરજી માત્ર રજીસ્ટર્ડ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા 21-08-2023ના રોજ અથવા તે પહેલાં સિનિયર સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફિસ, ઈન્કમટેક્સ ઓફિસની સામે, આશ્રમ રોડ, અમદાવાદ-380009 ખાતે પહોંચવી જોઈએ. 21-08-2023 પછી મળેલી કોઈ પણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1947328) Visitor Counter : 124