યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

ભરૂચની જે.પી કોલેજ ખાતે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

Posted On: 09 AUG 2023 3:12PM by PIB Ahmedabad

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ તેમજ શ્રી જયેન્દ્રપૂરી આર્ટસ અને સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે જે.પી.કોલેજ કેમ્પસમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત 75 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમમાં શ્રી જે.પી આર્ટસ અને સાયન્સ કોલેજના એન.એન.એસ. સ્વયં સેવકો તેમજ નેહરુ યુવા કેન્દ્ર ભરૂચના સ્વયં સેવકો તેમજ કોલેજના પ્રોફેસર ગણ દ્વારા સમગ્ર જે.પી કેમ્પસમાં અલગ અલગ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમમાં શ્રી જે.પી આર્ટસ અને સાયન્સ કોલેજના આચાર્યશ્રી ડો.એન.બી. પટેલ તેમજ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર કૈલાશ ચૌધરી તેમજ નેહરુ યુવા કેન્દ્ર ભરૂચના ડેપ્યુટી ડાયરેકટર સુબ્રતા ઘોષ ઉપસ્થિત રહ્યા હતા.

CB/GP/JD


(Release ID: 1947026) Visitor Counter : 221