રેલવે મંત્રાલય

પૂર્વોત્તર રેલવેમાં બ્લોકને કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર સ્પેશ્યલ ટ્રેનોને અસર થશે.

Posted On: 08 AUG 2023 7:26PM by PIB Ahmedabad

પૂર્વોત્તર રેલવે વારાણસી મંડળ ના ગોરખપુર કેન્ટ યાર્ડના રિમોડેલિંગ અને ગોરખપુર કેન્ટ-કુસુમ્હી સ્ટેશનની વચ્ચે ત્રીજી લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર વિશેષ ટ્રેનોને અસર થશે. જેની સ્પેશ્યલ નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:-

તારીખ 11, 18 અને 25 ઓગસ્ટ, 2023 ના રોજ ગાંધીધામ થી ઉપડતી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશ્યલ એક્સપ્રેસ રદ્દ રહેશે.

તારીખ 14, 21 અને 28 ઓગસ્ટ, 2023 ના રોજ ભાગલપુર થી ઉપડતી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશ્યલ એક્સપ્રેસ રદ્દ રહેશે.

શોર્ટ ટર્મિનેટેડ/ શોર્ટ ઓરિજિનેટેડ ટ્રેનો:-

તારીખ 23, 27 અને 29 ઓગસ્ટ 2023 ના રોજ અમદાવાદ થી ઉપડતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ભટની જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટેડ (સમાપ્ત) થશે. અને ભટની અને ગોરખપુર વચ્ચે રદ્દ રહેશે.  

તારીખ 24, 28 અને 30 ઓગસ્ટ 2023ના રોજ ગોરખપુર થી ઉપડતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ભટની જંકશન સ્ટેશન થી શોર્ટ ઓરિજિનેટેડ (શરૂઆત) થશે. અને ગોરખપુર અને ભટની જંક્શન વચ્ચે રદ્દ રહેશે.

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા થાય.

CB/GP/JD



(Release ID: 1946825) Visitor Counter : 84