યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન ગાંધીનગર તેમજ મહેસાણા કરશે ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમોનું આયોજન

Posted On: 08 AUG 2023 4:53PM by PIB Ahmedabad

યુવા કાર્યક્રમ તેમજ ખેલ મંત્રાલય (ભારત સરકાર) અંતર્ગત કાર્યરત નહેરૂ યુવા કેન્દ્ર ગાંધીનગર તેમજ મહેસાણા દ્વારા 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ‘મેરી માટી મેરા દેશ- મિટ્ટી કો નમન, વીરોં કો વંદન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આપવામાં આવેલા પંચ પ્રણની થીમ તથા આઝાદીના અમૃત મહોત્સવની 75મી વર્ષગાંઠની સમાપ્તિના ઉપલક્ષ્યમાં દરેક ગ્રામ પંચાયત સ્તર પર કાર્યક્રમોનું આયોજન તા. 9 ઓગસ્ટ, 2023થી પ્રારંભ થશે. દરેક કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સ્તર પર અમૃત વાટિકાનું નિર્માણ, વીરોં કો નમન, શિલ્પાફલકમનું નિર્માણ, પંચ પ્રણના શપથ તથા ધ્વજારોહણ જેવા કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. ઉક્ત કાર્યક્રમ જિલ્લા પ્રશાસન, જિલ્લા પંચાયત તથા સમસ્ત સરકારી તેમજ બીનસરકારી સંગઠનોના સમન્વયથી આયોજિત કરવામાં આવશે. દરેક ગ્રામ પંચાયતથી એકઠી કરેલી માટીને કળશમાં ભરીને દિલ્હી સ્થિત કર્તવ્ય પથ પર શિલ્પાફલકમનું નિર્માણ કરવામાં આવશે. 15 ઓગસ્ટ 2023થી 30 ઓગસ્ટ 2023 સુધી તાલુકા સ્તર તથા જિલ્લા સ્તરના કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. પ્રત્યેક તાલુકાથી એક યુવા સ્વયંસેવક તાલુકાની માટીને દિલ્હી લઈ જશે.

પંચ પ્રણના શપથ તથા માટીને હાથમાં લઈને સેલ્ફી ખેંચીને યુવાઓને સેલ્ફી મેરી માટી મેરા દેશ પોર્ટલ તથા યુવા પોર્ટલ પર અપલોડ કરીને આ કાર્યક્રમમાં જનભાગીદારી નિભાવવાની અપીલ કરવામાં આવે છે.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1946693) Visitor Counter : 169