કૃષિ મંત્રાલય
પીએમકેએસકેની સ્થાપના ખેડૂતોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સરકારનાં પ્રયાસો સાથે સુસંગત
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જીએસએફસી)એ કુલ 5017 "પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર" (પીએમકેએસકે) સફળતાપૂર્વક વિકસિત કર્યા છે
Posted On:
05 AUG 2023 3:55PM by PIB Ahmedabad
ભારત સરકારના ખાતર વિભાગ (ડીઓએફ) દ્વારા પૂરી પાડવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) અનુસાર, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જીએસએફસી) એ કુલ 5017 "પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર" (પીએમકેએસકે) સફળતાપૂર્વક વિકસિત કર્યું છે. આ કેન્દ્રો મોડેલ ખાતરની છૂટક દુકાનો છે જેની સ્થાપના ખેડૂતોની જરૂરિયાતોને અસરકારક રીતે પહોંચી વળવા માટે દેશભરમાં કરવામાં આવી છે. આ વન-સ્ટોપ શોપ્સનો મુખ્ય ઉદ્દેશ કૃષિ-સંબંધિત ઇનપુટ્સ અને સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડવાનો છે, જે આખરે ખેડૂતોની એકંદર સમૃદ્ધિમાં ફાળો આપે છે.
એસ કે મિશ્રા, એક્ઝિક્યુટિવ ઓફિસર, જીએસએફસી એગ્રોટેક લિમિટેડ, વડોદરાએ કહ્યું હતું કે પીએમકેએસકેની સ્થાપના ખેડૂતોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સરકારનાં પ્રયાસો સાથે સુસંગત છે, જેમાં તેમને કૃષિ ઉત્પાદનો અને સેવાઓની વિસ્તૃત શ્રેણીમાં અનુકૂળ સુલભતા પ્રદાન કરવામાં આવી છે. આ કેન્દ્રો કેન્દ્રીકૃત મંચ તરીકે કામ કરે છે, જ્યાં ખેડૂતોને તેમની કૃષિ પ્રવૃત્તિઓ માટે જરૂરી વિવિધ પ્રકારના ખાતરો, બિયારણો, જંતુનાશકો અને અન્ય આવશ્યક ઇનપુટ્સ મળી શકે છે.
ખેડૂતોને તેમની કૃષિ જરૂરિયાતો પ્રાપ્ત કરવા માટે એક સંયુક્ત સ્થાન પ્રદાન કરીને, પીએમકેએસકેનો ઉદ્દેશ ખરીદીની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને કૃષિ ક્ષેત્રની એકંદર કાર્યદક્ષતા વધારવાનો છે. આ ઉપરાંત, આ કેન્દ્રો જ્ઞાન કેન્દ્રો તરીકે સેવા આપે છે, જ્યાં ખેડૂતો કૃષિ નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન અને સહાય મેળવી શકે છે. તેઓ સરકારની નીતિઓ અને યોજનાઓ ઉપરાંત ખેતીની આધુનિક તકનીકો, પાક વ્યવસ્થાપન પદ્ધતિઓ અને કૃષિ ઇનપુટ્સના મહત્તમ ઉપયોગ વિશે મૂલ્યવાન માહિતી પ્રદાન કરે છે.
દેશભરમાં પીએમકેએસકેની સ્થાપના એ ખેડૂતોને સશક્ત બનાવવા અને તેમની આર્થિક સમૃદ્ધિને સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ રિટેલ દુકાનો ખેડૂતો અને કૃષિ ઇનપુટ્સ વચ્ચેના અંતરને દૂર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જે તેમને માહિતગાર નિર્ણયો લેવા અને તેમની ઉત્પાદકતામાં વધારો કરવા માટે સક્ષમ બનાવે છે. ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ઇનપુટ્સ અને નિષ્ણાતોના માર્ગદર્શન સુધી સરળતાપૂર્વક પ્રવેશની સુવિધા આપીને, પીએમકેએસકે ભારતમાં કૃષિના સ્થાયી વિકાસમાં પ્રદાન કરે છે.
CB/GP/JD
(Release ID: 1946027)
Visitor Counter : 157