માનવ સંસાધન વિકાસ મંત્રાલય

પંચમહાલ જિલ્લા સેવાસદન કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાષ્ટ્રિય શિક્ષણની 2020ના ત્રણ વર્ષ પૂર્ણ થતાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 28 JUL 2023 2:43PM by PIB Ahmedabad

પંચમહાલ જિલ્લા સેવાસદન કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર આશિષકુમારની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય શિક્ષણની 2020ને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, સરકાર દ્વારા દ્વારા જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020ને સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ થયા છે, જે ઉપલક્ષ્યમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જિલ્લા કલેકટર સહિત વડોદરાની હરણી કેન્દ્રિય વિદ્યાલય, વેજલપુર જવાહર નવોદય વિદ્યાલય અને ગોધરા કેન્દ્રિય વિદ્યાલયના પ્રાચાર્યો દ્વારા સરકારની રાષ્ટ્રિય શિક્ષણ નીતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અઘ્યક્ષસ્થાને થી જિલ્લા કલેકટર આશિષકુમારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગોખણપટ્ટી નહીં કરવી પડે કૌશલ્ય સંવર્ધનને પ્રાધાન્ય ભારતને વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર તરફ દોરી જશે, રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓ શિક્ષણને રચનાત્મક રીતે પ્રાપ્ત કરે અને નિયત અભ્યાસક્રમની સાથે રુચિ મુજબના વિષયો અને કૌશલ્યોમાં મહારત હાંસલ કરે તેવી ભવિષ્યલક્ષી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેના ભાગરૂપે બાળકો ધોરણ એક થી જ મૂલ્યનિષ્ઠ અને સર્વાંગી શિક્ષણ મેળવે શિક્ષણેતર પ્રવૃત્તિમાં રસ લે એ આ શિક્ષણનીતિનો પાયાનો ઉદ્દેશ્ય છે.

જવાહર નવોદય વિદ્યાલયના પ્રાચાર્ય ડૉ પ્રિયરંજન દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ વિશે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે, જેમાં બાળકોને ભાર વિનાના શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે, બાળકોને ચોક અને ટોક દ્વારા નહિ પરંતુ અનુભવ સાથે શિક્ષણનો શિક્ષણ નીતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિધાર્થીઓ રૂઢીગત શિક્ષણ પ્રણાલીથી બહાર આવીને શિક્ષણની સાથે કૌશલ્યવર્ધન, શારીરિક, માનસિક રીતે પણ વિકાસ કરી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે, સાથે વિધાર્થીઓ તાણમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે વડોદરા હરણી કેન્દ્રિય વિદ્યાલયના પ્રાચાર્ય એલ આર ઠાકન, જવાહર નવોદય વિદ્યાલયના પ્રાચાર્ય ડૉ પ્રિયરંજન , ગોધરા કેન્દ્રીય વિદ્યાલયના પ્રાચાર્ય મુકેશ પટેલીયા સહિત મોટી સંખ્યામાં જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

CB/GP/VK

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1943637) Visitor Counter : 108