માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

અમરેલીનાં મોટા ભંડારીયાની નવોદય વિદ્યાલયમાં પત્રકાર પરિષદ યોજાઈ, નવી શિક્ષણ નીતિનાં હકારાત્‍મક પાસાની જાણકરી અપાઈ


ભારતને વિકસિત દેશ બનાવવા નવી શિક્ષણ નીતિ ખુબ ઉપયોગી બનશે

Posted On: 28 JUL 2023 1:08PM by PIB Ahmedabad

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના  ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરને ઘ્‍યાનમાં રાખીને અમરેલી નજીક આવેલ મોટા ભંડારીયા ખાતે જવાહર નવોદય વિદ્યાલય ખાતે પ્રેસ પરિષદ યોજાઈ હતી.જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય, આઈટીઆઈના આચાર્ય, તથા નાયબ જિલ્‍લા શિક્ષણાધિકારીએ નવી શિક્ષણ નીતિ વિશે મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કર્યો હતો.જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય વિજયકુમારે મીડિયાના મિત્રોને જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના શ્રેષ્ઠ ભારત, સમર્થ ભારતના સંકલ્‍પને આ નીતિ સાર્થક કરાવશે. નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્‍તિત અપાવીવિધાર્થીઓ ક્રિએટિવ દિમાગે અભ્‍યાસ કરી શકે તેવી વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે અને છેલ્‍લા 3 વર્ષમા આ નીતિના હકારાત્‍મક પરિણામો મળી રહ્યા છે. વર્ષ-ર030 સુધીમાં ધો-1 થી 10માં 100 ટકા નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે. હાલમાં 10+2+3 મુજબ શૈક્ષણિક માળખાનું વર્ગીકરણ છે. તેને હવે 5+3+3+4 મુજબ અમલી બનાવવામાં આવ્‍યું છે. ઉપરાંત શાળાના વાતાવરણમા બાળકો સરળતાથી ભળી જાય તે માટે  તેમને ત્રણ વર્ષ થયાથી બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આમ, બાળક 6 વર્ષનું થયા પછી ધો-1માં પ્રવેશ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓ, ગમ્‍મત સાથે જ્ઞાન પ્રાપ્‍ત કરે, વાર્તા અન્‍ય શૈક્ષણિક ઉપકરણોનો મહત્તમ ઉપયોગ, ટેકનિકલ શિક્ષણ આપવાની સાથે શિક્ષક અને વિદ્યાર્થી વચ્‍ચે આત્‍મીયતા વધે તે માટે આ નીતિ મહત્‍વની  છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાની રૂચી મુજબના વિષયોનો અભ્‍યાસ કરી શકે તેની પણ છૂટ આપવામાં આવી છે. ભવિષ્‍યમાં જે ક્ષેત્રમાં તક રહેલી છે, તેવા આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ વગેરે જેવી બાબતોના કૌશલ્‍યો વિદ્યાર્થીઓ શીખી શકેતેને આ શિક્ષણનીતિ હેઠળ વણી લેવામાં આવ્‍યાં છે.

આમ, નવી શિક્ષણ નીતિમાં કૌશલ્‍યવર્ધન પર ભાર આપવામાં આવ્‍યો છે.ડિગ્રીને મહત્‍વ નહીં પરંતુ સ્‍કિલ એટલે કે આવડત પર ભાર મૂકવામાં આવ્‍યું છે. જેથી બેરોજગારીની સમસ્‍યા પણ હલ થશે. ઉપરાંત વિદ્યાર્થીઓ હિન્‍દી, અંગ્રેજી અને સ્‍થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે.

હાલમાં નવી શિક્ષણ નીતિને કેન્‍દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયમાં લાગુ કરવામાં આવી છે. જેને તબક્કાવાર રાજયસ્‍તરે  પણ લાગુ કરવામાં આવશે. જો કે, નવી શિક્ષણ નીતિની અમુક બાબતોની અમલવારી થઈ ચૂકી છે તેમ અંતમાં જણાવ્‍યું હતું.

CB/DT/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1943561) Visitor Counter : 83