માનવ સંસાધન વિકાસ મંત્રાલય

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો કરી રહી છેઃ પ્રો. રમાશંકર દુબે


CUGમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો સંપૂર્ણ અમલ કરવામાં આવી રહ્યો છે

નેશનલ એજ્યુકેશન પોલિસીના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

Posted On: 26 JUL 2023 5:13PM by PIB Ahmedabad

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં દેશની સમૃદ્ધ પ્રતિભા અને સંસાધનોનો ઉપયોગ કરીને વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કાર્ય કરવામાં આવે છે. ભારત વિશ્વમાં સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ છે. દેશના યુવાનોને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક તકો પૂરી પાડીને જ આત્મનિર્ભર ભારતની કલ્પના સાકાર થઇ શકે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ આ વિઝનને સાકાર કરવા માટે મજબૂત પાયો નાખ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ સર્વસમાવેશક અને ગુણવત્તાયુક્ત શિક્ષણને સુનિશ્ચિત કરવા અને જીવનભર શીખવાની તકોને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્ષમ માર્ગ મોકળો કરવા માટે કામ કર્યું છે. નેશનલ એજ્યુકેશન પોલિસીને ત્રણ વર્ષ પૂર્ણ થયા હોવાથી, ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીએ NEPના ઘણા મુખ્ય મુદ્દાઓને અમલમાં લાવવામાં સફળતા હાંસલ કરી છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. રમાશંકર દુર્દીએ બુધવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વ્યક્તિના સંપૂર્ણ વિકાસની કલ્પનાને સર્વગ્રાહી શિક્ષણ દ્વારા જ સાકાર કરી શકાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં સમગ્ર વ્યક્તિત્વ વિકાસ માટે વરદાન સાબિત થઇ રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઘણા મુદ્દાઓ યુનિવર્સિટીમાં લાગુ કરવામાં આવ્યા છે, જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

સર્વગ્રાહી શિક્ષણનો સમાવેશ: વિધાર્થીને શૈક્ષણિક સંસ્થાઓમાં સર્વગ્રાહી શિક્ષણનું જ્ઞાન માત્ર શૈક્ષણિક જ્ઞાન માટે જ નહીં પરંતુ તેમના શારીરિક, માનસિક, ભાવનાત્મક, નૈતિક અને સામાજિક જ્ઞાનમાં વધારો કરવા માટે અત્યંત જરૂરી છે. ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીએ સ્નાતક અને અનુસ્નાતક સ્તરે દરેક સેમેસ્ટર માટે બે ક્રેડિટ કોર્સ લાગુ કર્યા છે. આની મદદ. વિધાર્થીઓને માત્ર અભ્યાસક્રમનું જ નહીં પરંતુ સમગ્ર શિક્ષણનું પણ સંપૂર્ણ જ્ઞાન મળી રહ્યું છે.

બે ક્રેડિટના 16 મલ્ટિડિસિપ્લિનરી અભ્યાસક્રમ : યુનિવર્સિટી દ્વારા મલ્ટિડિસિપ્લિનરી પ્રોગ્રામ્સ પણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં નાના વૈકલ્પિક અભ્યાસક્રમોમાં 16 મલ્ટિડિસિપ્લિનરી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે. વાઇસ ચાનૈયરે માહિતી આપી હતી કે દરેક કાર્યક્રમને ? ક્રેડિટનું વેઇટેજ આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીના વિધાર્થીઓ તેમની રુચિ મુજબ આ મલ્ટિડિસિપ્લિનરી પ્રોગ્રામ્સમાં પ્રવેશ લઇ રહ્યા છે.

યુનિવર્સિટીની લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ: ક્લાસ-રૂમ અભ્યાસની સાથે ઑનલાઇન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે, યુનિવર્સિટીએ તેની પોતાની લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (LMS) શરૂ કરી છે. આ સાથે વિધાર્થીઓએ ક્રેડિટ ટ્રાન્સફર હેઠળ સ્વયમ્ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કુલપતિ શ્રી એ જણાવ્યું કે, ઓનલાઇન કોર્સ પસંદ કરીને વિદ્યાર્થીઓ પણ પોતાની પસંદગીના વિષયોનો અભ્યાસ કરી રહ્યા છે.

DigiLocker સુવિધા: વિધાર્થીઓને ક્લાઉડમાં એકાઉન્ટ બનાવીને અને તેમને સુરક્ષિત રાખીને શેક્ષણિક માર્કશીટ અને અન્ય અધિત દસ્તાવેજો અથવા પ્રમાણપત્રો ઍક્સેસ કરવા માટે ડિજિટલ એકાઉન્ટ આપવામાં આવ્યું હતું. તેના પર યુનિવર્સિટીના તમામ વિધાર્થીઓએ પોતાનું ખાતું ખોલાવ્યું છે. દરેક એકાઉન્ટ નકલો અપલોડ કરવા માટે એક GB સુધીનો સ્ટોરેજ પ્રદાન કરે છે.

મલ્ટિડિસિપ્લિનરી સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ: ડિગ્રી કોર્સના ફોર્મેટ મુજબ યુનિવર્સિટીમાં મલ્ટિડિસિપ્લિનરી સર્ટિફિટ અને ડિપ્લોમા કોર્સ પણ શરૂ કરવામાં ખાવ્યા છે. વિધાર્થીઓ ખુશીથી તેમની પસંદગી કરી રહ્યા છે અને ડિગ્રી કોર્સ સાથે અભ્યાસ કરી રહ્યા છે.

સંશોધન અને વિકાસ સેલ: ઉચ્ચ શિક્ષણમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે, યુનિવર્સિટીમાં સંશોધન અને વિકાસ સેલની સ્થાપના કરવામાં આવી છે. સામાજિક દૃષ્ટિકોણથી સંબંધિત સંશોધનને નવા પરિમાણો આપવા માટે, કોષ સંશોધકો અને વિદ્યાર્થીઓને મૂલ્યવાન સંશોધન માહિતી પ્રદાન કરે છે. ઉચ્ચ અભ્યાસમાં વિધાર્થીઓની સંશોધન સમસ્યાઓ પણ સેલ દ્વારા ઉકેલવામાં આવે છે.

પ્રાદેશિક ભાષાઓમાં અધ્યયન-અધ્યાપન: અધ્યયનના સ્તરને સરળ બનાવવા તેમજ ઓછા સમયમાં વધુ ગુણવત્તાયુક્ત માહિતીથી સમૃદ્ધ થવા માટે પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસ અને અધ્યાપનની પરંપરા વિકસાવવામાં આવી છે. હવે અન્ય ભાષાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પણ અન્ય ભાષાઓ શીખીને તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી રહ્યા છે.

હિંદુ અભ્યાસમાં અનુસ્નાતકઃ સર્વગ્રાહી શિક્ષણને નક્કર ખાકાર આપવા માટે વર્ષ 2012માં, યુનિવર્સિટીએ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા અનુસ્નાતક ડિગ્રી અભ્યાસક્રમ પણ શરૂ કર્યો છે.

CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1942895) Visitor Counter : 188