ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
ગાંધીનગરમાં આધાર પ્રમાણભૂતતા વપરાશ વર્કશોપ અને તાલીમ કાર્યક્રમને સરળ બનાવવા/વધારવા માટેની તાજેતરની પહેલોનું આયોજન કરવામાં આવ્યું
Posted On:
26 JUL 2023 12:32PM by PIB Ahmedabad
ગુજરાત રાજ્યમાં આધારના ઉપયોગને પ્રોત્સાહન આપવાના પ્રયત્નોમાં, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્ટેટ ઓફિસ ગુજરાત, ગુજરાત સરકાર, કલેક્ટર ઓફિસ ગાંધીનગર અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સંયુક્ત રીતે ગાંધીનગરમાં તાલીમ સહ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું બ્રહમાણી કૃપા મેમોરિયલ હોલ, કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગેટ નં.1, ફાર્મસી કેમ્પસ, જી.એચ.૬ સર્કલ પાસે, સેક્ટર-23, ગાંધીનગર, ગુજરાત ખાતે તા. 25 જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્યું હતું
આ વર્કશોપમાં મુખ્ય અતિથિ શ્રી. રાજેશ કુમાર ગુપ્તા, ડિરેક્ટર યુઆઈડીએઆઈ આરઓ મુંબઈ (સ્ટેટ ઓફિસર ગુજરાત) અને ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના ડેપ્યુટી ડિરેક્ટર. યુઆઈડીએઆઈ હેડક્વાર્ટરના માસ્ટર ટ્રેનર શ્રી હિતેશ ગુર્જર સાથે અશ્વિન દેસાઈ (એએમ) અને યુઆઈડીએઆઈ સ્ટેટ ઓફિસ ગુજરાતના શ્રી મહેશ (એએસઓ) અને કલેકટર કચેરી ગાંધીનગર, ગુજરાતના પ્રતિનિધિઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
આ વર્કશોપમાં ગુજરાતના વિવિધ વિભાગો (એટલે કે અન્ન અને નાગરિક પુરવઠા, શિક્ષણ વિભાગ, જીએડી પ્લાનિંગ, મહિલા અને બાળ વિકાસ) અને વિવિધ જિલ્લાઓ (એટલે કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, આણંદ, ખેડા વગેરે)ના ઓપરેટર્સ/માસ્ટર ટ્રેનર/નાયબ મામલતદાર સહિત 125 જેટલા સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી. રાજેશ કુમાર ગુપ્તા (ડિરેક્ટર, યુઆઈડીએઆઈ) રિજનલ ઓફિસ, મુંબઈએ જણાવ્યું હતું કે આધાર ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવ્યું છે. ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા વિઝનને પરિપૂર્ણ કરવા માટે આધારનો ઉપયોગ કરવા ચર્ચા કરવામાં આવી હતી. તેમજ માહિતી આપી હતી કે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા 100% આધાર ઓથેન્ટિકેશન કરી રહ્યું છે અને તેનો લાભ ખૂબ મોટા પાયે રાજ્યના લાભાર્થીઓને મળી રહ્યો છે. વન નેશન વન રાશન કાર્ડ, એમઆધાર એપ, નવી પહેલ ફેસ ઓથેન્ટિકેશન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ વર્કશોપમાં ડાયરેક્ટર શ્રી રાજેશકુમાર ગુપ્તાએ ઉપસ્થિત તમામ અધિકારીઓને અપીલ કરી હતી કે, દરેકે પોતપોતાના ફોનમાં એમ આધાર એપ ડાઉનલોડ કરવી જોઇએ. તો તમે સમજી શકશો કે એમ આદાર એપનો ઉપયોગ કેટલી સરળતાથી કરી શકાય છે અને ગુજરાતભરની તમામ રાશનની દુકાનો દ્વારા નિવાસીને ઓનલાઇન ડોક્યુમેન્ટ અપડેટ કરી શકાય છે.
વર્કશોપમાં યુઆઈડીએઆઈ દ્વારા યુઆઈડીએઆઈના મુખ્ય મથકના માસ્ટર ટ્રેનર શ્રી હિતેશ ગુજ્જરે તમામ સહભાગીઓને આધાર પ્રમાણભૂતતાના ઉપયોગની રીત અંગે તાલીમ આપી હતી. આધાર બેઝ ઓથેન્ટિકેશનની સાવચેતીઓ અને મહત્ત્વ, આધાર ઓથેન્ટિકેશનના કાનૂની પાસા, તેમજ સહભાગીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને શ્રી હિતેશ ગુજ્જર,શ્રી. અશ્વિન દેસાઈ આસિસ્ટન્ટ મેનેજર અને શ્રી. મહેશ એ.એસ.ઓ. યુ.આઈ.ડી.આઈ. સ્ટેટ ઓફિસ ગુજરાત અને સ્થાનિક રાજ્ય એનઆઈસી ટીમના પ્રતિનિધિ દ્વારા સંબોધવામાં આવ્યા હતા.
શ્રી અશ્વિન દેસાઇ, એ.એમ., યુ.આઇ.ડી.એ.આઇ. અને શ્રી હિતેશ ગુર્જરે વર્કશોપના સંપૂર્ણ સંચાલન માટે કલેક્ટર ઓફિસ ગાંધીનગર ટીમનો આભાર માન્યો હતો અને વર્કશોપમાં ભાગ લેનારા અધિકારીઓ અને સહભાગીઓનો પણ આભાર માન્યો હતો.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1942730)
Visitor Counter : 129