નાણા મંત્રાલય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોજગાર મેળાનો શુભારંભ કરાવ્યો

ગુજરાતમાં ત્રણ જગ્યા અમદાવાદ, વડોદરા અને સુરતમાં ખાતે આજે રોજગાર મેળાનું આયોજન કરાયું

Posted On: 22 JUL 2023 1:04PM by PIB Ahmedabad

આજે અમદાવાદમાં દિનેશ હોલ ખાતે સાતમો રોજગાર મેળો યોજાયો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળામાં વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ રોજગાર મેળામાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા.

આજે દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળા યોજાયો હતા. 44 સ્થળોએ સરકારી નોકરીમાં લગભગ 70 હજાર ઉમેદવારોને આજેનિમણૂક પત્ર થશે એનાયત થયા છે.UPSC,SSC રેલવે ભરતી બોર્ડ અનેIBPS જેવી એજન્સી થકી ઉત્તીર્ણ થયેલાઆજે નિમણુંક પત્રએનાયત કરવામાં આવ્યા હતા.

આજે અમદાવાદ ખાતે આયોજિત રોજગાર મેળામાં સીબીડીટીમાં -4, પોસ્ટ વિભાગમાં-5, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં-3, ગૃહ વિભાગમાં-3, નાણા વિભાગમાં-19, સંરક્ષણ વિભાગમાં-1ઈસરોમાં-2, એલઆઈસીમાં-103, ટેલિકોમ વિભાગમાં-1, નાગરિક ઉડ્ડયનમાં-1 એમ કુલ મળી 142 ઉમેદવારને આજે નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નિમણુંક પત્ર મેળનારા તમામ ઉમેદવારોને કર્મયોગી પ્રારંભ મોડ્યુલ થકી તાલીમ પણ આપવામાં આવશે.

કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે 7મા રોજગાર મેળાનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી શ્રી મોદી પારદર્શકતાના હિમાયતી છે દરેકને તેમનો અધિકાર મળેઅને વંચિત ન રહે તેનું ધ્યાન રાખે છે.

 

શ્રી માંડવિયાએ કહ્યું કે, દેશમાં કુલ વસતિના એકથી 2 ટકા સરકારી નોકરી હોય છે ત્યારે લાગવગ એ લાયકાત અને પૈસો એ જ પરમેશ્વર તે જ ઇતિહાસ રહ્યો છેહું ગરીબ ઘરનો અને ખેડૂત પરિવારથી સાથે જોડાયેલ છું. શાળામાં જન્મ દાખલો માગ્યો ત્યારે ખબર ન હતી અને જે તારીખ આવી તેમાં દાખલો બનાવ્યો. 12મા ધોરણમાં ભણવા માટે કહ્યું, તો સુરત હીરા ઘસવા જવા કહેવાયું. અમે તને ભણાવીશું બે ખેતર રાખીને કામ કરીને પણ ભણાવીશું, પણ સાંભળ્યું છે કે લાગવગ હોય તેને નોકરી મળે પરંતુ મારી પાસે લાગવગ નથી, પૈસા નથી, નોકરી નહિ મળે એ સમયે આવી છબી હતી એ છબી અમે બદલી છે. દેશમાં 10 લાખ જગ્યા ખાલી છે,જેમાં 9 હજારમાં ઇન્ટરવ્યૂ જરૂર નથી અને મેરીટ પર નોકરી આપવા નક્કી કર્યું. આજે 70 હજારને નોકરી મળવાની છે. નોકરી મળનારનેકેટલો આનંદ હોય, એકને નોકરી મળે અને પરિવારમાં 5 સભ્ય હોય તો કેટલાને ફાયદો થાય? 6 રોજગાર મેળામાં 7.50 લાખને નોકરી આપવામાં આવી છે. સરકાર પાસે કોઈ અપેક્ષા નથી રાખતું,આપણી અપેક્ષા હોય તે મળે, મહેનત કરે, શ્રમ કરે તેને નોકરી મળે. લાગવગ અને પૈસાને નહિ લાયકાત હોય તેને નોકરી મળે એવો મોદી સરકારનો નીર્ધાર છે. સરકાર અને દેશની સેવા કરવાનો મોકો મળે તેના સિવાય બીજી કોઈ સારી તક ન હોય. પ્રધાનમંત્રી મોદીએ આપ સૌમાં વિશ્વાસ મુક્યો છે, દેશ પ્રથમ હોય તે રીતે કામ કરજો. એક ફાઇલ ટેબલ પર પડી રહી તો દેશને નુકશાન થાય છે એ બાબતનું ધ્યાન રાખશો.

રોજગાર મેળામાં સાંસદ નરહરિ અમીન, MLA દર્શના વાઘેલા, કંજન રાદડિયા,જીતુ પટેલ,હર્ષદ પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 



(Release ID: 1941669) Visitor Counter : 85