સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ભારત સરકાર દ્વારા ભારત ઇન્ટરનેટ ઉત્સવની ઉજવણી
Posted On:
19 JUL 2023 6:34PM by PIB Ahmedabad
દૂરસંચાર વિભાગ, MYGOVના સહયોગથી, 'ભારત ઈન્ટરનેટ ઉત્સવ' દ્વારા ઈન્ટરનેટની પરિવર્તનકારી ભૂમિકાની ઉજવણી કરી રહ્યું છે. આ ઈવેન્ટ ૭ જુલાઈથી ૨૧ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી ચાલશે.
'ભારત ઈન્ટરનેટ ઉત્સવ' નો ઉદ્દેશ્ય કનેક્ટિવિટી, નોલેજ શેરિંગ અને સામાજિક-આર્થિક વિકાસમાં ઈન્ટરનેટના મહત્વને ઉજાગર કરવાનો છે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગે USOF (યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ) દ્વારા નાગરિકોને દેશમાં ખાસ કરીને દૂરના અને વ્યાપારી રીતે અવ્યવહારુ વિસ્તારોમાં સસ્તું અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઇન્ટરનેટ પ્રદાન કરવા માટે વિવિધ પગલાં લીધાં છે.
ઈન્ટરનેટની પરિવર્તનકારી ભૂમિકાને સ્વીકારવા માટે, MYGOV સાથે મળીને ટેલિકોમ્યુનિકેશન વિભાગ "ભારત ઈન્ટરનેટ ઉત્સવ" ઉજવી રહ્યું છે, જેમાં નાગરિકો #BharatInternetUtsav સાથેના કોઈપણ સોશિયલ મીડિયા હેન્ડલ પર ઈન્ટરનેટ તેમના જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે તેના પર 2 મિનિટ સુધીના તેમના વીડિયો શેર કરી શકે છે અથવા ઍક્સેસિબલ લિંક સાથે ડ્રાઇવમાં અપલોડ કરી શકાય છે, અને ડ્રાઇવ/સોશિયલ મીડિયાની તે લિંક MYGOV ની https://innovateindia.mygov.in/bharat-internet-utsav/ પર સબમિટ કરી શકાય છે.
શ્રેષ્ઠ વીડિયોને રૂ. ૧૫, 000/- સુધીના રોકડ ઈનામોથી પુરસ્કૃત કરવામાં આવશે. આ સ્પર્ધા MYGOV પર ૭ જુલાઈથી ૨૧ ઓગસ્ટ, ૨૦૨૩ દરમિયાન યોજાશે.
ગુજરાત LSA, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ભારત ઈન્ટરનેટ ઉત્સવને ભવ્ય રીતે સફળ બનાવવા દરેકને વિનંતી કરે છે.
વધુ માહિતી માટે, કૃપા કરીને https://innovateindia.mygov.in/bharat-internet-utsav/ની મુલાકાત લો.
YP/GP/JD
(Release ID: 1940795)
Visitor Counter : 194