માનવ સંસાધન વિકાસ મંત્રાલય

ભારતના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સિંગાપોરના નાયબ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લોરેન્સ વોંગ આઇઆઇટી ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ્સ માટેની જી20 સિંગાપોર-ઇન્ડિયા હેકેથોન 2023ની ફિનાલેમાં ભાગ લેશે

Posted On: 15 JUL 2023 8:15PM by PIB Ahmedabad

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) અને સિંગાપોરની નાન્યાંગ ટેક્નૉલોજીકલ યુનિવર્સિટી (એનટીયુ) 16 જુલાઇ, 2023ના રોજ આઇઆઇટી ગાંધીનગર કૅમ્પસમાં સિંગાપોર-ઇન્ડિયા (એસઆઇ) હેકાથોનની ત્રીજી આવૃત્તિની ફિનાલેનું આયોજન કરશે.

શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા સિંગાપોરના નાયબ પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી મહામહિમ શ્રી લોરેન્સ વોંગ ઉપસ્થિતોને સંબોધન કરશે અને એસઆઈ હેકાથોનના વિજેતાઓને પણ સન્માનિત કરશે, જેઓ આબોહવામાં ફેરફાર અને નાણાકીય સર્વસમાવેશકતા માટે સમાધાન ઊભું કરવા સહયોગ અને સ્પર્ધા કરશે.

આઇઆઇટી ગાંધીનગર ખાતે 800થી વધુ વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ્સ, રોકાણકારો, નીતિઘડવૈયાઓ, કોર્પોરેટ્સ અને શિક્ષણવિદો ફિનાલેમાં હાજરી આપે તેવી શક્યતા છે. સિંગાપોર-ઇન્ડિયા હેકેથોન 2023ની ફાઇનલ્સમાં 2 ભારતીય અને 2 સિંગાપોરિયન વિદ્યાર્થીઓની દરેકની 12-12 ટીમો રૂ. 12 લાખ સુધીનાં જંગી રોકડ ઇનામો માટે સ્પર્ધામાં ભાગ લેશે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોરના નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન લોરેન્સ વોંગને નાણાકીય છેતરપિંડીની તપાસ, નાણાકીય સર્વસમાવેશકતા અને ક્રેડિટ ઓફરિંગ, દરિયાની સપાટીમાં વધારો અને કોસ્ટલ ફ્લડિંગ, ફૂડ રિસાયક્લિંગને ઓપ્ટિમાઇઝ કરવું, કાર્બન ફૂટપ્રિન્ટનું નિરીક્ષણ કરવું અને સિંગાપોર-ઇન્ડિયા ટ્રેડ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે સહયોગ અને ઉકેલો બનાવવા માટે ભારત અને સિંગાપોરના સ્ટાર્ટ-અપ્સ અને વિદ્યાર્થીઓને એકસાથે લાવવાની વિનંતી કરી હતી તેનાં પરિણામે એસઆઈ હેકેથોનની કલ્પના કરવામાં આવી હતી. 

આ તે પ્રકારની અવનવી સિંગાપોર-ઇન્ડિયા હેકેથોન 2023 એનટીયુ સિંગાપોર અને આઇઆઇટી ગાંધીનગર જેવી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ બંને દેશોનાં કોર્પોરેટ્સ અને જાહેર ક્ષેત્રને એક સાથે લાવી રહી છે, જેથી આબોહવામાં પરિવર્તન અને નાણાકીય સર્વસમાવેશકતાના વિશ્વના સૌથી મહત્વના વૈશ્વિક પડકારોને અસર કરતા સ્ટાર્ટ-અપ્સનાં નિર્માણ માટે મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન આપી અને તૈયાર કરી શકાય.

YP/GP/JD



(Release ID: 1939850) Visitor Counter : 344


Read this release in: English