આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ), અમદાવાદ 15મી જુલાઈ, 2023 ના રોજ સફાઈ વિદ્યાલય, ગાંધી આશ્રમ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરશે
प्रविष्टि तिथि:
14 JUL 2023 1:25PM by PIB Ahmedabad
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 01 જુલાઈ, 2023 થી 15 જુલાઈ, 2023 દરમિયાન આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય જન ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો છે. ગુજરાતના પશ્ચિમ ક્ષેત્રમાં સ્થિત નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) ના ફિલ્ડ ઓપરેશન્સ વિભાગની તમામ કચેરીઓ પખવાડા દરમિયાન સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરશે. રાજકોટની ઉપ-પ્રાદેશિક કચેરી દ્વારા 2જી જુલાઇ 2023ના રોજ જાણીતી રાષ્ટ્રીય શાળા માં એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જે 1921માં મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ પ્રખ્યાત શિક્ષણ કેન્દ્ર છે. પ્રાદેશિક કચેરી, અમદાવાદ અને તેની અન્ય ઉપ-પ્રાદેશિક કચેરીઓ માટે ખાસ 15મી જુલાઈ, 2023 સ્વચ્છતા અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે નિયુક્ત કરવામાં આવી છે. પ્રાદેશિક કચેરી અમદાવાદ ગાંધી આશ્રમમાં આવેલી સફાઈ વિદ્યાલયના સહયોગથી વિદ્યાલયના પરિસરમાં સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન હાથ ધરશે. ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ(FOD) ના અધિકારીઓ દ્વારા ઓફિસ પરિસરથી ગાંધી આશ્રમ સુધી સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વ્યવહારો અંગે જાગૃતિ લાવવા માટે બાઇક રેલી કાઢવામાં આવશે. સંબંધિત ઉપ-પ્રાદેશિક કચેરીઓના ક્ષેત્રીય અધિકારીઓ દ્વારા સામાન્ય જનતાને સાંકળીને ભાવનગર, જામનગર અને સુરેન્દ્રનગર શહેરોના અગ્રણી સ્થળોએ પણ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ પ્રવૃત્તિઓનું આયોજન અમદાવાદના ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ, નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO) ની પ્રાદેશિક કચેરીના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા શ્રી એસ. કે. ભાણાવત અને સહાયક નિદેશક શ્રી એ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1939418)
आगंतुक पटल : 217
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English