ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
ગાંધીનગરમાં આધારના ઉપયોગને સરળ બનાવવા/વધારવા માટેની તાજેતરની પહેલો અંગેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
Posted On:
06 JUL 2023 7:34PM by PIB Ahmedabad
ગુજરાત રાજ્યમાં આધારના ઉપયોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા સ્ટેટ ઑફિસ ગુજરાત અને ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં સંયુક્ત રીતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન 6ઠ્ઠી જુલાઈ 2023 ના રોજ સાબરમતી હોલ સ્વર્ણિમ સંકુલ-1, ન્યુ સચિવાલય, ગાંધીનગર, ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કમલ દાયાણી, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ (GAD) ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં શ્રી તુષાર વાય. ભટ્ટ, મેનેજિંગ ડિરેક્ટર, જીઆઈએલ, શ્રી રાજેશ કુમાર ગુપ્તા (યુઆઈડીએઆઈ આરઓ મુંબઈના ડિરેક્ટર) અને શ્રી સુમનેશ જોશી ડીડીજી આરઓ મુંબઈ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમાન સુમનેશ જોશી (ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, UIDAI) પ્રાદેશિક કાર્યાલય, મુંબઈએ જણાવ્યું હતું કે આધાર ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવ્યું છે. ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયા વિઝનને પરિપૂર્ણ કરવા માટે આધારનો ઉપયોગ કરવાની ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોના ઉપયોગના કેટલાક કેસોની ચર્ચા કરવામાં આવી હતી. જન ધન યોજના, આધાર QR કોડ, વન નેશન વન રેશન કાર્ડ, mAadhaar એપ, ફેસ ઓથેન્ટિકેશનની ચર્ચા કરવામાં આવી હતી. આધાર દ્વારા બેંક ખાતા ખોલવાનું વધુ સરળ બની ગયું છે.
આ વર્કશોપમાં સુમનેશ જોશીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ પોતાના ફોનમાં M આધાર એપ ડાઉનલોડ કરવી જોઈએ. તેથી તમે સમજી શકશો કે કેટલી સરળતાથી mAadhaar એપનો ઉપયોગ કરી શકાય છે.
વર્કશોપમાં UIDAI, NPCI, DBT મિશન અને ગુજરાત સરકાર તરફથી સ્પીકર રજૂ થયા હતા. વર્કશોપમાં ગુજરાત સરકારના 175 થી વધુ વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.
શ્રીમાન રાજેશ કુમાર ગુપ્તા (નિયામક, UIDAI, સ્ટેટ ઑફિસ ગુજરાત RO મુંબઈ)એ વર્કશોપમાં હાજરી આપનાર તમામ વક્તાઓ અને અધિકારીઓનો આભાર માન્યો હતો.
YP/GP/JD
(Release ID: 1937826)
Visitor Counter : 136