ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

વગર આઈએસઆઈ માર્ક લગાવેલ પોલિએસ્ટર સ્ટેપલ રેશે બનાવતા યુનિટ પર ભારતીય માનક બ્યુરો દ્વારા દરોડા

Posted On: 05 JUL 2023 8:11PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા માન્ય લાયસન્સ લીધા વગર આઈએસઆઈ માર્કવાળા પોલિએસ્ટર સ્ટેપલ રેશેના ઉત્પાદનમાં રોકાયેલા યુનિટમાં મેસર્સ કેઆરએસ પોલીફેબ, ઉંમરગામ તા. 5 જુલાઈ, 2023ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન, યુનિટમાંથી આઈએસઆઈ માર્ક વિના 90 મેટ્રિક ટન પોલિએસ્ટર સ્ટેપલ રેશે જપ્ત કરવામાં આવ્યું હતું. જો કે ઉપરોક્ત યુનિટ પાસે પોલિએસ્ટર સ્ટેપલ રેશેનું બીઆઈએસ લાયસન્સ ન હતું. વગર આઈએસઆઈ માર્કના પોલિએસ્ટર સ્ટેપલ રેશેનું ઉત્પાદન કરી શકાતું નથી. તેથી ઉપરોક્ત યુનિટના ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી.

રસાયણ અને ખાતર મંત્રાલયના ઓર્ડર નંબર-CG-DL-E-03102022-239305 મુજબ તા. 29 સપ્ટેમ્બર 2022ના રોજ જારી કરાયેલા પોલિએસ્ટર સ્ટેપલ રેશે (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર-2022ના રોજ પોલિએસ્ટર સ્ટેપલ રેશે આઈએસઆઈ માર્ક તા. 3 એપ્રિલ, 2023 પછી ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી વગર આઈએસઆઈ માર્ક લગાવેલ પોલિએસ્ટર સ્ટેપલ રેશેનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. આવું કરનારનાં વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે. જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

ઘણા બધા ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતાં હોય છે. ભારતીય માનક બ્યુરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા ખતરાથી સામાન્ય જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનક ચિહ્નના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજિયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડીંગ, ઘોડ દોડ રોડ, સુરત-395001 ફોન નં. 0261-2990071 પર લખી શકે છે. ફરિયાદે subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

YP/GP/JD



(Release ID: 1937612) Visitor Counter : 92