આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

MoSPIની પ્રાદેશિક કચેરીઓ/કેન્દ્રો દ્વારા સ્વચ્છતા પખવાડાનું આયોજન

ડેટા પ્રોસેસિંગ સેન્ટર અમદાવાદ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રેલીનું આયોજન

Posted On: 05 JUL 2023 4:21PM by PIB Ahmedabad

ભારત સરકારનું આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) તેની પ્રાદેશિક કચેરીઓ/કેન્દ્રો મારફતે સમગ્ર દેશમાં 01.07.2023 થી 15.07.2023 દરમિયાન સ્વચ્છતા પખવાડાનું આયોજન કરી રહયું છે. MoSPIના નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO) હેઠળના ડેટા પ્રોસેસિંગ કેન્દ્ર, અમદાવાદે આ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવાનું આયોજન કર્યું છે.    

ડેટા પ્રોસેસિંગ સેન્ટર અમદાવાદ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 06.07.2023ના રોજ સવારે 10.00 થી 10.30 દરમિયાન લીલામણી કોર્પોરેટ હાઇટ્સ, બીઆરટીએસ રોડ, વાડજ, અમદાવાદ-380013થી નવા વાડજ હિંદી શાળા નંબર-1, વ્યાસવાડી, નવા વાડજ, અમદાવાદ-380014 (લગભગ એક કિ.મી.નું અંતર) સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત સમય દરમિયાન કચેરીના અંદાજે 50  જેટલા અધિકારીઓ/કર્મચારીઓ સ્વચ્છતા સંબંધી ધ્યેયવાક્યો અને બેનરો સાથે સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવતાં રેલીમાં જોડાશે અને ગંતવ્ય સ્થાન સુધી પગપાળા જશે.

આયોજક દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવશે તથા સ્વચ્છતા અભિયાનના હેતુ વિશે સંક્ષિપ્તમાં સમજાવવામાં આવશે તેમજ શાળા પરિસરમાં સ્વચ્છતા અભિયાન કરવાની સાથે-સાથે વૃક્ષારોપણ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી દ્વારા શાળાના ધોરણ-8 ના વિદ્યાર્થીઓને જાહેર જીવનમાં સ્વચ્છતાના મહત્વ પર માર્ગદર્શન આપવામાં આવશે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1937516) Visitor Counter : 106


Read this release in: English