સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
દાદરા તેમજ નગર હવેલી દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશને ટીબી નાબૂદીની દિશામાં નોંધપાત્ર પ્રગતિ અને શ્રેષ્ઠ કાર્ય માટે પ્રથમ ઇનામ મળ્યું
Posted On:
04 JUL 2023 8:32PM by PIB Ahmedabad
પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના કુશળ નેતૃત્વ અને અનુભવી માર્ગદર્શન હેઠળ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ટીબી વિભાગે તેના સખત અને સતત પ્રયાસોથી રાજ્યમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા 24 માર્ચથી 13 એપ્રિલ, 2023 દરમિયાન 21-દિવસીય ટીબી-મુક્ત ભારત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેનો અમલ કરવાની સૂચના આપવામાં આવી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
AB-HWC ના કેચમેન્ટ એરિયામાં વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી જેમાં સંવેદનશીલ વ્યક્તિઓની ઓળખ, ટીબી સ્ક્રીનીંગનો અમલ, કોન્ટેક્ટ ટ્રેસીંગ અને ટીબીની સારવાર લઈ રહેલા લોકો માટે અન્ય જાહેર આરોગ્ય પગલાંનો સમાવેશ થાય છે.
સમગ્ર દેશમાં કરવામાં આવેલા આ અભિયાનનું આરોગ્ય મંત્રાલય દ્વારા વિવિધ માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક વિશેષ અહેવાલ મોકલવામાં આવ્યો હતો. આ અહેવાલના આધારે દાદરા નગર હવેલી અને દમણ દિવના આપણા કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં પ્રથમ જાહેર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીએ મૂલ્યાંકનમાં મહત્તમ માર્ક્સ મેળવીને તમામ રાજ્યો અને પ્રદેશોની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
તાજેતરમાં 'વિશ્વ ટીબી દિવસ 2023' પર ભારતના માનનીય પ્રધાનમંત્રી દ્વારા 'ટીબી ફ્રી પંચાયત પહેલ' શરૂ કરવામાં આવી છે.
પંચાયતી રાજ મંત્રાલય (MoPR) અને કેન્દ્રીય ક્ષય વિભાગ વચ્ચે 8 જુલાઈ, 2022 ના રોજ, ટીબી મુક્ત ભારત તરફના પ્રયાસમાં 'ટીબી મુક્ત પંચાયત પહેલ'ને સમર્થન આપવા માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
'ટીબી મુક્ત પંચાયત પહેલ'નો ઉદ્દેશ્ય પંચાયતોને ટીબી સાથે સંકળાયેલી સમસ્યાઓની હદ અને તીવ્રતાને સમજવા, તેને ઉકેલવા માટે જરૂરી પગલાં લેવા, પંચાયતો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા પેદા કરવા અને તેમના યોગદાનની પ્રશંસા કરવાનો છે. આપણા પ્રધાનમંત્રી માને છે કે જો આપણે પંચાયત સ્તરથી શરૂઆત કરીશું તો ટીબી મુક્ત દેશનો આપણો સંકલ્પ પૂર્ણ થશે. પ્રધાનમંત્રીના આહ્વાન પર અમે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં તેની શરૂઆત કરી. આ અંતર્ગત દરેક ગામ અને પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તમામ પંચાયત સભ્યોને તે અંગે જણાવવામાં આવી રહ્યું છે. તમામ મેડિકલ ઓફિસરો દ્વારા દરેક ગામ અને પંચાયતમાં તેની શરૂઆત કરવામાં આવી છે.
આ તમામ પ્રયાસો આવનારા સમયમાં આપણા રાજ્યને ટીબી મુક્ત બનાવવામાં ચોક્કસપણે અસરકારક સાબિત થશે.
YP/GP/JD
(Release ID: 1937362)
Visitor Counter : 145