આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI), નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO), ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ (FOD), અમદાવાદના કાર્યક્ષેત્ર હેઠળ રાજકોટ સ્થિત પેટા પ્રાદેશિક કાર્યાલય દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી

Posted On: 02 JUL 2023 5:21PM by PIB Ahmedabad
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 01 જુલાઈ, 2023 થી 15 જુલાઈ, 2023 દરમિયાન સ્વચ્છતા પખવાડા, 2023ની ઉજવણી કરવામાં આવી હતી.  આ અભિયાન નું મુખ્ય ધ્યાન જન ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો હતો., આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI), નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO), ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ (FOD), અમદાવાદના કાર્યક્ષેત્ર હેઠળ રાજકોટ સ્થિત પેટા પ્રાદેશિક કાર્યાલય પણ સ્વચ્છતા અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપીને આ પખવાડાની ઉજવણી કરે છે. 2જી જુલાઈ, 2023ના રોજ રાજકોટની પેટા પ્રાદેશિક કચેરી દ્વારા 1921માં મહાત્મા ગાંધી દ્વારા પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર એવા જાણીતા રાષ્ટ્રીયશાળામાં વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળાના વિદ્યાર્થીઓને સ્વચ્છતાના વ્યવહારો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે રાષ્ટ્રીય શાળાના સહયોગથી ઉપ-પ્રાદેશિક કચેરીના અધિકારીઓ દ્વારા કેમ્પસના પરિસરની સફાઈ કરવામાં આવી હતી. લગભગ 55  ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ (FOD) અને રાષ્ટ્રીય શાળાના અધિકારીઓ સહિત વિદ્યાર્થીઓએ આ અભિયાન માં સંપૂર્ણ જોશ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ઉપ-પ્રાદેશિક કચેરી રાજકોટના સહાયક નિદેશક શ્રી ટી આઇ ત્રિવેદી અને ઉપ-પ્રાદેશિક કચેરી ના અન્ય અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીયશાળાના કેમ્પસમાં અને ઉપ-પ્રાદેશિક કચેરી, રાજકોટની ઓફિસ પરિસરમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કચેરી દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને જનતામાં જનભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે શાળાથી ઉપ-પ્રાદેશિક કચેરી ના પરિસર સુધી એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

YP/GP/JD


(Release ID: 1936911) Visitor Counter : 119