આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

ગાંધીનગર ખાતે 29મી જૂન, 2023ના રોજ પ્રો. પી.સી. મહાલનોબિસની જન્મજયંતિ નિમિત્તે 17મા આંકડા દિવસની ઉજવણી

Posted On: 28 JUN 2023 4:57PM by PIB Ahmedabad

સ્વતંત્રતા પછીના યુગમાં દેશના સત્તાવાર આંકડાશાસ્ત્ર અને આર્થિક આયોજનના ક્ષેત્રમાં (સ્વ.) પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ દ્વારા આપવામાં આવેલા નોંધપાત્ર યોગદાનને માન્યતા આપવા માટે વર્ષ 2007થી આંકડા દિવસની ઉજવણી કરવામાં આવે છેભારત સરકારે પ્રો. પી.સી. મહાલનોબિસની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવનાર વિશેષ દિવસની શ્રેણીમાં 29મી જૂનને આંકડાશાસ્ત્ર દિવસ તરીકે નિયુક્ત કર્યો છે. આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય દેશના વિકાસ માટે સામાજિક-આર્થિક આયોજન અને નીતિ ઘડતરમાં આંકડાઓની ભૂમિકા અને મહત્વ અંગે ખાસ કરીને યુવા પેઢીમાં જનજાગૃતિ કેળવવાનો છે.

17મો આંકડા દિવસ 29મી જૂન 2023ના રોજ દેશભરમાં 'સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) માટે નેશનલ ઈન્ડિકેટર ફ્રેમવર્ક વિથ સ્ટેટ ઈન્ડિકેટર ફ્રેમવર્કનું સંરેખણ' થીમ પર ઉજવવામાં આવશે. સ્થાનિક રીતે, સેલિબ્રેશન ઈવેન્ટનું આયોજન અર્થશાસ્ત્ર અને આંકડાકીય નિયામક કચેરી, ગુજરાત, ગાંધીનગર દ્વારા તેના પરિસરમાં ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ હેઠળના NSSO ના અમદાવાદના ફિલ્ડ ઓપરેશન વિભાગ અને ડેટા પ્રોસેસિંગ સેન્ટરના સહયોગથી કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના ઘણા અધિકારીઓ સહિત નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન), અમદાવાદની પ્રાદેશિક કાર્યાલય ના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા એસ. કે. ભાણાવત, અમદાવાદ ના ડેટા પ્રોસેસિંગ સેન્ટરના ઉપ મહાનિદેશક રાહુલ એસ. જગતાપ, ગાંધીનગરના અર્થશાસ્ત્ર અને આંકડા નિયામકની કચેરી ના નિદેશક આર.આર. પંડ્યા કાર્યક્રમને બિરદાવશે. કારકિર્દી તરીકે આંકડાશાસ્ત્ર/અર્થશાસ્ત્રને અનુસરતા સ્થાનિક વિદ્યાર્થીઓ અને અન્ય આમંત્રિતો પણ ઇવેન્ટમાં ભાગ લેશે. સત્તાવાર આંકડાઓ, SDGs વગેરે જેવા વિષયો પર ક્વિઝ, અંતાક્ષરી, રંગોળી અને વકતૃત્વ સ્પર્ધા હશે. થીમ અને એનએસએસઓ દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ સર્વેક્ષણો પર તકનીકી સત્ર હશે. પ્રસંગે વિદ્યાર્થીઓ પ્રેઝન્ટેશન પણ કરશે.

YP/GP/JD



(Release ID: 1935937) Visitor Counter : 213


Read this release in: English