રેલવે મંત્રાલય

વડોદરા ડિવિઝન ખાતે જાણીતા સાહિત્યકાર વિષ્ણુ પ્રભાકરની જન્મજયંતિ સમારોહનું આયોજન

Posted On: 28 JUN 2023 4:38PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જિતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં *રાજભાષા ત્રિમાસિક સમીક્ષા બેઠક* તથા જાણીતા હિન્દી સાહિત્યકાર વિષ્ણુ પ્રભાકર જયંતિ સમારોહનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે ડીઆરએમ શ્રી સિંહે હિન્દી સાહિત્યકાર વિષ્ણુ પ્રભાકરજી દ્વારા  હિન્દી સાહિત્યમાં આપેલા તેમના અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડતાં  શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં

 

તેમણે જણાવ્યું હતું કે વિષ્ણુ પ્રભાકરે હિન્દી સાહિત્યમાં નવલકથા, નાટક, વાર્તા સંગ્રહ, જીવનચરિત્ર, આત્મકથા, સંસ્મરણો, પ્રવાસવર્ણન, બાળસાહિત્ય વગેરે જેવા વિવિધ પ્રકારોમાં નિપુણતા મેળવી હતી અને તત્કાલીન હિન્દી સાહિત્ય જગતમાં મહત્વનું સ્થાન બનાવ્યું હતું. તેમના આ મહાન લેખન કાર્ય માટે તેમને વિવિધ પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સરકારી કચેરીઓમાં રાજભાષા  હિન્દીનો વધુમાં વધુ  ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો અને હિન્દીના મહત્તમ પ્રચાર-પ્રસાર માટે દરેકને વિનંતી કરતાં   સૌને રાજભાષાના પોતપોતાના શબ્દભંડોળ વધારવાનો આગ્રહ કર્યો હતો.આ પ્રસંગે રાજભાષા પર પ્રશ્નમંચ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને ઓન ધી સ્પોટ પુરસ્કારો પ્રદાન કરવામાં આવ્યા હતા. સમારોહમાં અપર મુખ્ય રાજભાષા અધિકારી અને અપર ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી શિવચરણ બૈરવાએ પણ તેમના વિચારો રજૂ કર્યા.  વડોદરા ડિવિઝનના ના વરિષ્ઠ રેલ્વે અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સંચાલન રાજભાષા અધિકારી શ્રી સતીશ વલવીએ કર્યું હતું. 



(Release ID: 1935925) Visitor Counter : 97