પર્યાવરણ અને વન મંત્રાલય

અમદાવાદમાં – “ગ્રીન ગ્રોથ – વિકાસ ભી- સંરક્ષણ ભી” સંવાદ કાર્યક્રમને સંબોધન કરતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને કલાઈમેટ ચેન્જ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ

Posted On: 25 JUN 2023 7:20PM by PIB Ahmedabad

અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં આજે ગ્રીન-ગ્રોથ નામનો સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ગ્રીન ગ્રોથ- “વિકાસ ભી- સંરક્ષણ ભી” ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પર્યાવરણ, વન અને કલાઇમેટ ચેન્જ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે –આ કાર્યક્રમમાં ગ્રીન ગ્રોથની સાથે આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મૂક્યો હતો. તેમને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રીન્યુએબલ અને રીસાઈકલ ઊર્જા સ્ત્રોત તેમજ કલાઇમેટ ચેન્જ પર કામ કરી રહી છે.

તેમને કહ્યું કે ઊર્જા વગર આજે આપણું જીવન મુશ્કેલ છે, જે આપણે સૌ જાણીએ છીએ. એજ રીતે દેશના વિકાસ અને પ્રગતિ માટે પણ ઊર્જા ખુબ જ જરૂરી છે. પરંતુ આપણે ઊર્જાના સ્ત્રોત પર ધ્યાન આપવું પડશે – જે ગ્રીન હાઉસ ગેસમાં ઘટાડો કરે. એટલે જ સમગ્ર વિશ્વને પણ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત તરફ જવું પડશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી હંમેશા કહે છે કે જયારે આપણે કલાઈમેટ ચેન્જ ની વાત કરીએ છીએ ત્યારે આપણે કલાઇમેટ જસ્ટિસની પણ વાત કરવી પડશે. કેમ કે જે દેશના નાગરિકોને હજુ સુધી ઊર્જાની પ્રાપ્યતા સાથે સારું જીવન જીવવાની તકો મળી નથી એવા લોકોને સારું જીવન જીવવાનો અધિકાર છે. પ્રધાનમંત્રીએ તેમના બીજા કલાઇમેટ એક્શન પ્લાન માં આ વિઝન રજુ કર્યું છે. જેમાં ફ્રાંસ સાથે મળીને આંતરરાષ્ટ્રીય સૌર ઊર્જા મંચની રચના કરવામાં આવી છે.   

અમદાવાદમાં આયોજિત આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાતના વ્યાપાર અગ્રણીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD



(Release ID: 1935240) Visitor Counter : 145