માહિતી અને પ્રસારણ મંત્રાલય

અટલ ભુજલ યોજના: એક સાતત્યપૂર્ણ ભવિષ્ય માટે ભૂગર્ભ જળ સંરક્ષણ

Posted On: 23 JUN 2023 8:55PM by PIB Ahmedabad

ભૂગર્ભ જળ એ તાજા પાણીનો મહત્વનો સ્ત્રોત છે. તે ઘરેલુ, કૃષિ અને ઔદ્યોગિક હેતુઓ માટે મહત્વપૂર્ણ છે. જો કે, અનિયંત્રિત નિષ્કર્ષણ, વધુ પડતું શોષણ અને દૂષણ તેની ટકાઉપણું માટે ગંભીર ખતરો છે. ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થાપનના મહત્વને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે 1લી એપ્રિલ, 2020ના રોજ કુલ રૂ.6000 કરોડ (ભારત સરકાર તરફથી રૂ.3000 કરોડ અને વિશ્વ બેન્ક તરફથી રૂ.3000 કરોડ)ના પરિવ્યય સાથે 5 વર્ષના સમયગાળા માટે અટલ ભુજલ યોજના (અટલ જલ) પણ શરૂ કરી.

આ યોજના 7 રાજ્યો - હરિયાણા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 80 જિલ્લાઓ, 229 વહીવટી બ્લોક્સ અને 8220 જળ-તણાવગ્રસ્ત ગ્રામ પંચાયતોમાં લાગુ કરવામાં આવી રહી છે.

અટલ ભુજલ યોજનાનો ઉદ્દેશ્ય સમુદાયની ભાગીદારી દ્વારા ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં સુધારો કરવાનો છે, 'ભૂગર્ભ જળ' જેવા અમૂલ્ય સંસાધનની ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે ભૂગર્ભ જળ સંરક્ષણ પ્રત્યે સમાજના ગ્રાસ રુટ લેવલથી લઈને ટોચના સ્તર સુધીના અભિગમ સુધી જાગૃતિ લાવવાનો છે. આ યોજના ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થાપન માટે વર્તન પરિવર્તન વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે સમુદાયને નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે.

અટલ ભુજલ યોજનાએ મુખ્યત્વે પાણી પુરવઠાને વધારવા, વિવિધ ઉપયોગો માટે પાણીની માંગ ઘટાડવા અને સક્રિય સમુદાયની ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી દેશમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન સંબંધિત સરકારી નીતિમાં આદર્શ પરિવર્તનની શરૂઆત કરી છે.

યોજનામાં સમાવિષ્ટ ભૂગર્ભજળ વ્યવસ્થાપન, જળ સંરક્ષણ, ઇકોસિસ્ટમનું સંતુલન સુનિશ્ચિત કરવા અને આ વિકાસશીલ રાષ્ટ્રની ઝડપથી વધતી જતી માંગને પહોંચી વળવા માટે જરૂરી છે. આના દ્વારા ભારત સરકાર જળ સંકટ ઘટાડવા, ઇકોસિસ્ટમ અને આજીવિકાના સાધનોને બચાવવા માંગે છે. આ યોજના વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે 'ભૂગર્ભજળ' જેવા મહત્વના સંસાધનને બચાવવા માટે સામૂહિક પગલાંના મહત્વ પર પ્રકાશ પાડે છે.

YP/GP/JD



(Release ID: 1934899) Visitor Counter : 370