માહિતી અને પ્રસારણ મંત્રાલય

"વસુધૈવ કુટુંબકમ માટે યોગ"


"દરેક આંગણે યોગ" થીમ પર યોજાયો વિશેષ જન સંપર્ક કાર્યક્રમ

નવોદય વિદ્યાલય, મોરીયા ખાતે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી

Posted On: 21 JUN 2023 6:48PM by PIB Ahmedabad

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો, ક્ષેત્રિય કાર્યાલય, પાલનપુર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે નવોદય વિદ્યાલય, મોરીયા ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.

યોગ થકી ભારત દેશના નાગરીકો ના જીવન ને સુખમય બનાવવા તેમજ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને સમગ્ર વિશ્વમાં ચરિતાર્થ કરવા માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીના સંકલ્પને વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નું આયોજન 21મી જૂનના રોજ કરવામાં આવે છે ત્યારે આ વર્ષની થીમ "વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ"  તેમજ " દરેક આંગણે યોગ "પર આયોજિત આ કાર્યક્રમમાં ગાયત્રી વિદ્યાલય, વાધણા તેમજ નવોદય વિદ્યાલય, મોરીયાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ, ગ્રામજનો, ટ્રસ્ટી મંડળે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોગ તાલીમાર્થીઓ માટે યોગ પ્રોટોકોલ પ્રમાણે કાર્યક્રમનું સંચાલન આર્ટ ઓફ લિવિંગના યોગ ગુરુ શ્રી પ્રકાશ વાસુ દ્વારા કરવામાં આવ્યુ હતું તેઓની સાથે મોરિયાના યોગ તજજ્ઞ શ્રી દિપકભાઈ ત્રિવેદી યોગ પર અદ્ભુત પ્રદર્શન કર્યું હતું જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું

યોગ પ્રોટોકોલ મુજબ યોગાસન, પ્રાણાયામનાં અભ્યાસ કર્યા બાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓએ સામૂહિક સૂર્યનમસ્કારનું પ્રદર્શન કર્યું હતું તેમજ યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા સંકલ્પ કર્યો હતો.

આ પ્રસંગે શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરીવારના કલાકારો દ્વારા નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં મનોરંજન સાથે યોગનું મહત્વ સમજાવ્યું હતું.

 

યોગ દિવસની ઉજવણી અંતર્ગત જૂન મહિનામાં યોગ પ્રોટોકોલની જાણકારી તેમજ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને યોગની સંપૂર્ણ સમજ આપવા માટે કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર તેમજ ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વિવિધ જગ્યાએ પ્રેક્ટિસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંસ્થાઓમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે નિબંધ સ્પર્ધા યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તેમજ વિજેતાઓને આજના કાર્યક્રમમાં ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

નવોદય વિદ્યાલય મોરીયા ખાતે આયોજીત કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી કરશનભાઇ પટેલ, મંત્રી શ્રી કરશનભાઈ પાત્રોડ, ટ્રસ્ટીગણ તેમજ ગામના નાગરીકો ઉપસ્થિત રહ્યા હતાં. તિથિભોજન બાદ કાર્યક્રમનું સમાપન થયુ હતું.

કાર્યક્રમ આયોજનમાં નવોદય વિદ્યાલય મોરીયાના આચાર્ય શ્રી દેવાભાઈ મુજી, શાળા પરિવાર, ગાયત્રી વિદ્યાલય,વાઘણાના આચાર્ય શ્રી ચંપક ભાઈ ચૌધરીનો ખૂબ સહયોગ પ્રાપ્ત થયો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્ષેત્રિય પ્રચાર અઘિકારી શ્રી જે.ડી ચૌધરીએ કર્યુ હતું.

YP/GP/JD



(Release ID: 1934192) Visitor Counter : 175