ગૃહ મંત્રાલય

સરદાર પટેલ રાષ્ટ્રીય યુનિટી એવોર્ડ, 2023 માટે ઓનલાઈન નોમિનેશન/ ભલામણોની એન્ટ્રી માટેની છેલ્લી તા. 31 જુલાઈ, 2023

Posted On: 21 JUN 2023 5:06PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય એકતાના અવસરે કે જે તારીખ 31 ઓક્ટોબર, 2023ના રોજ મનાવાય છે અને એ પ્રસંગે આયોજિત સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર, 2023 માટે નામાંકન પત્ર મંગાવવામાં આવ્યા છે. આ નામાંકન પત્ર માત્ર ઓનલાઈન પોર્ટલ www.awards.gov.in દ્વારા જ પ્રાપ્ત કરવામાં આવશે.

એક યાદીમાં ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આ પુરસ્કારોને લગતા નિયમો અને ઓનલાઈન ભલામણો કરવા માટે લેવામાં આવેલા પગલાઓ સંબંધિત વિગતો ગૃહ મંત્રાલયની વેબસાઈટ  www.awaids.gov.in  પર ઉપલબ્ધ છે.

ગૃહ મંત્રાલય આ પુરસ્કારો માટે 01 જૂન, 2023 થી 31 જુલાઈ, 2023 દરમિયાન જ ભલામણો સ્વીકારશે. જેની છેલ્લી તારીખ 31.07.2023 છે. ઉપરોક્ત પોર્ટલ માટે લોગિન આઈડી અને પાસવર્ડ નીચે દર્શાવેલ છે.

 

લોગિન

પાસવર્ડ

A225104546

Aum025#157

 

તેથી, તમામ મીડિયા એકમોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના વહીવટી તંત્ર દ્વારા આ વિભાગને સરદાર યુનિટી એવોર્ડ, 2023 માટે યોગ્ય વ્યક્તિઓ/સંસ્થાઓ/સંસ્થાઓના ઓનલાઈન નામાંકન આ મંત્રાલયને 15મી જુલાઈ 2023 સુધીમાં સબમિટ કરે.

YP/GP/JD



(Release ID: 1934115) Visitor Counter : 94