સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ભારત સરકારની કાર્મયોગી પહેલ હેઠળ ડાક કર્મયોગી ફેઝ-2 કોર્સ અને અન્ય 25ઓનલાઇન ટ્રેનિંગ કોર્સનો શુભારંભ
Posted On:
15 JUN 2023 1:41PM by PIB Ahmedabad
વડોદરા
પોસ્ટ વિભાગ ભારત સરકારની મિશન કર્મયોગી પહેલ હેઠળ ડાક કર્મયોગી ફેઝ-2 કોર્સ અને 25 ઓનલાઈન તાલીમ કોર્સિસને શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેનો હેતુ "ડાક કર્મયોગી" નામના એક નવીન ડિજિટલ પ્રશિક્ષણ પ્લેટફોર્મ દ્વારા 4.5 લાખથી વધુ વિભાગીય કર્મચારીઓની સક્ષમતા નિર્માણ કરવાનો છે. 15.06.2023 ના રોજ પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર, વડોદરા ખાતે યોજાયેલ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિભાગીય કર્મચારીઓની વર્તણૂક, ડોમેન અને કાર્યાત્મક યોગ્યતા વધારવાનો અને તેમને વિકસતા ટેકનોલોજીકલ યુગ સાથે અનુકૂલન સાધવા માટે સશક્તિકરણ કરવાનો છે. ઉદઘાટન સમારોહ માનનીય સંચાર રાજ્ય મંત્રી શ્રીદેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો.
માનનીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે “ડાક કર્મયોગી” પોર્ટલની છત્રછાયા હેઠળ વિકસિત વિવિધ ટપાલ વિભાગનાં તાલીમ કેન્દ્રો/પ્રાદેશિક તાલીમ કેન્દ્રો દ્વારા તૈયાર કરાયેલ ડાક-કર્મયોગી ફેઝ-2 કોર્સ અને 25 અન્ય ઓનલાઈન કોર્સિસનું વિમોચન કર્યું. તેમણે જણાવ્યું હતું કે "ડાક કર્મયોગી" પ્લેટફોર્મની છત્રછાયા હેઠળ વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ ચોક્કસપણે કર્મચારીઓની ક્ષમતા વધારવા અને અમારા ફ્રન્ટ લાઇન સ્ટાફને કર્મચારીમાંથી સાચા કર્મયોગી બનાવવા માટે જરૂરી સશક્તિકરણ આપવા માટે નોંધપાત્ર રીતે સીમાચિહ્નરૂપ બનશે. તેમણે ડાક વિભાગ દ્વારા અપનાવેલી કવાયતની પણ પ્રશંસા કરી. ઇલ્યુમિન નોલેજ રિસોર્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ડિજિટલ પ્લેટફોર્મ પર ડાક કર્મયોગી સોફ્ટસ્કિલ કોર્સ વિકસાવવા માટે તેમજ પોસ્ટ વિભાગનાં ઇન-હાઉસ ટેલેન્ટ દ્વારા વિકસાવેલ કોર્સિસની પ્રશંશા કરી અને એવી પણ ઇચ્છા વ્યક્ત કરી હતી કે વધુને વધુ આવા તાલીમ કાર્યક્રમો પોસ્ટલ કર્મચારીઓના વ્યાવસાયિક વિકાસ, નોકરીનો સંતોષ, કાર્ય ઉત્પાદકતા, કારકિર્દીની પ્રગતિ, પરિવર્તનને અનુકૂલન કરવાની ક્ષમતા અને ટીમ નિર્માણ પરિણામે ગ્રાહકના આનંદ, સંતોષ અને પોસ્ટ વિભાગ પ્રત્યેની વફાદારીમાં નોંધપાત્ર વધારો કરશે. તેમણે પોસ્ટ વિભાગના કર્મચારીઓના વર્કહોલિક વલણની પણ પ્રશંસા કરી અને ખાતરી પણ આપી કે રાષ્ટ્રના દરેક નાગરિક માટે પોસ્ટ વિભાગ હંમેશા શ્રેષ્ઠ ગ્રાહક કેન્દ્રિત સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ રહેશે.
માનનીય સંસદ સભ્ય, શ્રીમતી રંજનબેન ભટ્ટે વિવિધ ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમોના વિકાસ માટે પોસ્ટ વિભાગની પણ પ્રશંસા કરી અને અભિનંદન આપ્યા અને માનવ સંસાધનના વિકાસ માટેની વ્યૂહાત્મક નીતિ પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગૌરવની વાત છે કે પોસ્ટ વિભાગ રાષ્ટ્રની કરોડરજ્જુ છે. આ વિભાગે નાણાકીય સેવાઓ, ટપાલ સેવાઓ, વીમા સેવાઓ વગેરે જેવી વિવિધ સેવાઓ પ્રદાન કરીને સમગ્ર દેશમાં સામાજિક-આર્થિક વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
ટપાલ વિભાગ ના ડાયરેક્ટર જનરલ, શ્રી. આલોક શર્માએ "ડાક કર્મયોગી"ની છત્રછાયા હેઠળ શરૂ થનારા વિવિધ તાલીમ અભ્યાસક્રમો વિશે માહિતી આપી. તેમણે ઉલ્લેખ કર્યો કે વિવિધ ટપાલ તાલીમ કેન્દ્રો/પ્રાદેશિક તાલીમ કેન્દ્રોની આંતરિક પ્રતિભાનો ઉપયોગ કરીને પોસ્ટ વિભાગે નાણાકીય સેવાઓ, વીમા સેવાઓ, મેઇલ અને પાર્સલ સેવાઓ, આધાર સેવાઓ, ડાક નિર્ણય કેન્દ્રો, પોસ્ટલ મેન્યુઅલ અને માર્ગદર્શિકા વગેરે જેવા વિષયો પર તાલીમ કાર્યક્રમો તેમજ ઇલુમિન નોલેજ રિસોર્સ પ્રા. લિ.ના સહયોગથી તૈયાર કરાયેલ ડાક કર્મયોગી ફેઝ-2 સોફ સ્કિલ તાલીમ કાર્યક્રમ વિકસાવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડાક કર્મયોગી પ્રોગ્રામ એ એક પરિવર્તનકારી સફર છે જ્યાં અમારા કર્મચારીઓ પરંપરાગત તાલીમથી આગળ વધીને શિક્ષણનો અનુભવે લે છે કારણ કે આ ડિજિટલ તાલીમ પેકેજમાં ઇન્ટરેક્ટિવ એકસરસાઈસ, ઑડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ અને સંરચિતશોધનો સમાવેશ થાય છે જેના દ્વારા કર્મચારીઓ આવશ્યક કૌશલ્યો જેમ કે ગ્રાહક- કેન્દ્રીતા, અસરકારક સંચાર, સમસ્યાનું નિરાકરણ અને સક્રિય સહાય પ્રાપ્ત કરશે. આ અભ્યાસક્રમ તેમનામાં ઉદ્દેશ્યની ઊંડી ભાવના, સમર્પણ અને સહાનુભૂતિ સાથે દેશનાં નાગરિકોની સેવા કરવાની પ્રતિબદ્ધતા કેળવશે.
કાર્યક્રમ દરમિયાન માનનીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, માનનીય સંસદ સભ્ય, શ્રીમતી રંજનબેન ભટ્ટ, માનનીય વિધાયક, શ્રીમતી મનીષાબેન વકીલ, મહાનિદેશકપોસ્ટલ સેવાઓ, શ્રી. આલોક શર્મા, મેમ્બર (Admin) સીબીસી, નવી દિલ્હી, શ્રી. પ્રવીણ પરદેશી, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, શ્રી. નિરજ કુમાર, પોસ્ટ માસ્ટર જનરલ, શ્રીમતી સુચિતા જોશી, .ડીડીજી (મિશન કર્મયોગી), શ્રી. દિનેશ કુમાર શર્મા, ડિરેક્ટર,પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર, વડોદરા, ડો. શિવરામ અને અન્ય વિભાગો અને ડાક વિભાગના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1932547)
Visitor Counter : 249