વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

CGST કચ્છ કમિશનરેટે IMA બ્લડ બેંક, ગાંધીધામના સહયોગથી ભુજમાં રક્તદાન શિબિર યોજાઈ

Posted On: 15 JUN 2023 1:34PM by PIB Ahmedabad

CGST કચ્છ કમિશનરેટે IMA બ્લડ બેંક, ગાંધીધામના સહયોગથી 14મી જૂન, 2023ના રોજ વિશ્વ રક્તદાતા દિવસ, 2023 નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. CGST ભુજ વિભાગ (CGST કચ્છનો વિભાગ)ના અધિકારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું. ભુજ ખાતે જીવન જ્યોત બ્લડ બેંક, ભુજના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો.

14મી જૂને દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસ, ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય સ્વૈચ્છિક રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને રક્તદાતાઓને તેમના જીવન-રક્ષક યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે.

શ્રી પી. આનંદ કુમાર, આઈઆરએસ, સીજીએસટી કચ્છના કમિશનર, જોઈન્ટ કમિશનર શ્રી રામ વિશ્નોઈ અને શ્રી મનીષ કુમાર મીણાએ તેમની અધિકારીઓની ટીમ સાથે, રક્તદાન અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અને રક્તદાન અભિયાનમાં તેમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

રક્તદાન શિબિરને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો કારણ કે 100થી વધુ અધિકારીઓએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. અધિકારીઓએ એકતા અને પરોપકારનું પ્રદર્શન કરી અન્ય લોકો માટે અનુસરવા માટે પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કર્યું. દાન કરેલું રક્ત જીવન બચાવવા અને જરૂરિયાતમંદ દર્દીઓને, ખાસ કરીને કટોકટી અને તબીબી સારવાર દરમિયાન મહત્વપૂર્ણ સહાય પૂરી પાડવા માટે ખૂબ ઉપયોગી થશે. CGST કચ્છના અધિકારીઓ, જેઓ જાહેર સેવામાં તેમના સમર્પણ માટે જાણીતા છે, તેમણે સ્થાનિક સમુદાય પર ઊંડી અસર છોડવાની તક ઝડપી લીધી.

CGST કચ્છના અધિકારીઓ વેપારને સરળ બનાવવા અને પ્રદેશમાં કર અનુપાલનને સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહત્ત્વપૂર્ણ પહેલ માત્ર વ્યાવસાયિક જવાબદારીઓ નહીં પરંતુ સામાજિક જવાબદારીની તેમની સહજ ભાવનાને પણ દર્શાવે છે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1932545) Visitor Counter : 121