સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે સંભવિત વાવાઝોડા અંગે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠક યોજી સમીક્ષા કરી

Posted On: 13 JUN 2023 5:40PM by PIB Ahmedabad

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વવાઝોડાનો ભય તોળાઈ રહ્યો છે ત્યારે તેનાથી ઉભી થનારી સંભવિત પરિસ્થિતિમાં બચાવ અને વ્યવસ્થાપનની કામગીરી અંગે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી.

બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓને પણ જુદાજુદા વિસ્તારની સમીક્ષાની જવાબદારી સોંપાઈ છે. તેના પગલે કેન્દ્રિય સંચાર રાજયમંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ  ચૌહાણ પણ પોતાના તમામ નિયત કાર્યક્રમો મોકૂફ રાખી જામનગર પહોંચી ગયા હતા. જામનગર જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારના ગામડાઓની મુલાકાત લીધી હતી.

ત્યાંના સિક્કાનગર સેવાસદનમાં તાકીદે વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. સ્થાનિક નગરજનો, અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી, અને તંત્ર દ્વારા બચાવ કામગીરી અને વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સિક્કા દરિયાકાંઠા વિસ્તારના ગોકુલપુરામાં કાચા મકાનોમાં રહેતા પરિવારોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવા સહમત કર્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1932039) Visitor Counter : 132