સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

વડોદરાના મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે બેંક ઓફ બરોડાની અધ્યક્ષતામાં રોજગાર મેળો યોજાયો

Posted On: 13 JUN 2023 4:13PM by PIB Ahmedabad

ભારતના પ્રધાનમંત્રીના યુવાનો માટે રોજગાર નિર્માણ પ્રત્યે રાષ્ટ્રીય વિઝનને અનુરૂપ, કેન્દ્ર સરકારે દેશભરમાં રોજગાર મેળાના કાર્યક્રમોની શ્રેણી શરૂ કરી છે. ત્યારે 13મી જૂનના રોજ  યોજાયેલ છઠ્ઠા  રોજગારી મેળામાં પ્રધાનમંત્રીએ ડિજિટલ માધ્યમ દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં લગભગ 70,000 નવા નિમણૂક પામેલા કર્મચારીઓ ને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું.

આજે દેશભરમાં  43  સ્થળોએ  રોજગાર મેળા યોજાયા હતા. વડોદરાના  મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે બેંક ઓફ બરોડાની અધ્યક્ષતામાં રોજગાર મેળો યોજાયો હતો. આ રોજગાર મેળામાં વડોદરાના સાંસદ શ્રીમતી  રંજનબેન ભટ્ટ, મંજલપુરના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, બેંક ઓફ બરોડાના બરોડા ઝોનના જનરલ મેનેજર અને  ઝોનલ હેડ યોગેશ કુમાર, DFS, નાણા મંત્રાલયના અન્ડર સેક્રેટરી હરકેશ ચંદ્ર સહિત સહભાગી સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

પ્રધાનમંત્રી દ્વારા નવનિયુક્ત કર્મયોગીને પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ  ઉપસ્થિત મહેમાનો દ્વારા 150 જેટલા નવનિયુક્ત કર્મયોગીઓને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં ભારતીય રેલવે, CBIC, જાહેર ક્ષેત્રની બેંકો, ઈન્ડિયા પોસ્ટ, SIDBI, PFRDA ECIS અને અન્ય સંસ્થાઓમાં નવ નિયુક્ત યુવાનો યુવતીઓનો સમાવેશ થાય છે.

રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું  એક પગલું છે. રોજગાર મેળા વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના  સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.

નવા નિમણૂક પામેલાઓને iGOT કર્મયોગી પોર્ટલ પરના ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રરંભ દ્વારા પોતાને  તાલીમ આપવાની તક પણ મળી રહી છે, જ્યાં કોઈપણ ઉપકરણના લર્નિંગ ફોર્મેટ માટે 400 થી વધુ ઈ-લર્નિંગ  અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

બેંક ઓફ મહારાષ્ટ્રમાં 07, બેંક ઓફ બરોડામાં 15, એસ.બી.આઈ.માં 27, યુનિયન બેંકમાં 13,  યુકો બેંકમાં 2, બેંક ઓફ ઇન્ડિયામાં 2, પંજાબ નેશનલ બેંકમાં 2, આઈઓબીમાં 1, સિડબી બેંકમાં 1, કેનેરા બેંકમાં 1, પી.એફ.આર.ડી.એ. બેંકમાં 1 જણાને મળીને કુલ 72 જણાને રોજગારીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતીય રેલ અને ઈન્ડિયા પોસ્ટમાં પણ 78 યુવાનો યુવતીઓને રોજગારી પત્રો આપવામાં આવ્યા હતા.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1931980) Visitor Counter : 166