નાણા મંત્રાલય

ધોળાવીરામાં સેન્ટ્રલ GST, કમિશનરેટ, કચ્છ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત 500 છોડનું વાવેતર કરાયું

Posted On: 07 JUN 2023 10:59AM by PIB Ahmedabad

સેન્ટ્રલ GST, કમિશનરેટ, કચ્છ (ગાંધીધામ) દ્વારા 06.06.2023 ના રોજ સાંજે 17:00 વાગ્યે ધોળાવીરા તરીકે ઓળખાતી પુરાતત્વીય સાઇટ પર વૃક્ષારોપણ કાર્યક્રમ (500 છોડનું વાવેતર)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થળને જુલાઈ 2021માં વર્લ્ડ હેરિટેજ સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રી દ્વારા ભારતીયો 5000 વર્ષ પહેલાં એક સુઆયોજિત, સંકલિત અને સ્વ-નિર્ભર ટાઉનશીપમાં કેવી રીતે રહેતા હતા એ બાબતને દર્શાવવા માટે કરવામાં આવેલા અથાક પ્રયાસો આભારી આ સ્થળેને તેની ઓળખ મળી શકી છે. આ સ્થળ આ સમયગાળા દરમિયાન વિશ્વના અન્ય ભાગોમાં ઓછું જાણીતું અથવા તેના અંગે કોઈએ સાંભળ્યું પણ ન હતું અથવા સ્વપ્ન પણ જોયું ન હતું તેને, માનનીય પ્રધાનમંત્રીના "આઝાદી કા અમૃત મહોત્સવ" (AKAM) ના આઇકોનિક અને ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ આગવી ઓલખ મળી છે.

ધોળાવીર ખાતે 100 છોડ રોપવામાં આવ્યા હતા, જ્યારે 400 છોડ સરન ગંગા સ્થળે વાવવામાં આવ્યા હતા. શ્રી પી. આનંદ કુમાર, આઈ.આર.એસ., કમિશનર, સીજીએસટી કચ્છ તેમજ જોઈન્ટ કમિશનર શ્રી રામ વિશ્નોઈ અને શ્રી મનીષ કુમાર મીના, સીજીએસટી કચ્છના તમામ મદદનીશ કમિશનરો અને અન્ય સ્ટાફે આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ પ્રસંગે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ, CAZRIના પ્રતિનિધિઓ, CA એસોસિએશનના સભ્યો, ધોળાવીરાના સરપંચ શ્રી જીલુભા સોઢા અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા સક્રિયપણે ભાગ લીધો હતો.

 

ધોળાવીરા એ સિંધુ ખીણની સંસ્કૃતિના પાંચ સૌથી મોટા હડપ્પન સ્થળોમાંનું એક છે જેને 27 જુલાઈ, 2021ના રોજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિમાં ઉમેરવામાં આવ્યું હતું. પ્રખ્યાત સફેદ રણ જોવા માટે કચ્છ આવતા વિશ્વભરના પ્રવાસીઓના મનપસંદ સ્થળોમાંનું આ એક છે. ધોળાવીરા સાથે કચ્છના રણમાં, સ્થળને વધુ આકર્ષક બનાવવા માટે વૃક્ષારોપણ માટે પસંદ કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણને સૌથી પર્યાવરણને અનુકૂળ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે જે આપણને આબોહવા પરિવર્તન અને અન્ય પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે. વૃક્ષો માત્ર મનુષ્ય માટે જ નહિ પરંતુ અન્ય સજીવો માટે પણ જરૂરી છે. તેઓ બિનશરતી રીતે આપણને ખોરાક, ઓક્સિજન અને માનવ અસ્તિત્વ માટે અન્ય વિવિધ જરૂરિયાતો, જેમ કે આશ્રય, દવાઓ, સાધનો વગેરે પ્રદાન કરે છે. આપણી પૃથ્વીને હરિયાળી અને સારી બનાવવા માટે આપણે ભવિષ્યમાં વૃક્ષારોપણ પર વધુ ધ્યાન આપવું જોઈએ.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1930374) Visitor Counter : 126


Read this release in: English