રેલવે મંત્રાલય

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન

Posted On: 05 JUN 2023 8:11PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ચલાવશે. મંડળ રેલવે પ્રવક્તાના મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09424/09423 અમદાવાદ-મંગલુરુ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ (6 ફેરા)

ટ્રેન નંબર 09424 અમદાવાદ - મંગલુરુ સુપરફાસ્ટ સ્પેશ્યલ 09,16 અને 23 જૂન 2023 (શુક્રવાર) અમદાવાદથી 16.00 કલાકે પ્રસ્થાન કરીને બીજા દિવસે (શનિવારે) 19.40 કલાકે મંગલુરુ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09423 મંગલુરુ-અમદાવાદ સ્પેશ્યલ 10,17 અને 24 જૂન 2023 (શનિવારે) મંગલુરુ થી 21.10 કલાકે પ્રસ્થાન કરીને ત્રીજા દિવસે (સોમવારે) 01.15 કલાકે અમદાવાદ પહોંચશે.  

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, રત્નાગીરી, કુડાલ, સાવંતવાડી રોડ, થિવીમ, કરમાલી, મડગાંવ, કારવાર, ઉડુપી અને સુરથકલ સ્ટેશન પર ઉભી રહેશે.

આ ટ્રેનમાં AC 2 ટાયર, AC 3 ટાયર ઈકોનોમી સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના સામાન્ય કોચ હશે.

ટ્રેન નંબર 09424 નું બુકિંગ 06 જૂન 2023થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે ટ્રેનો ના સ્ટોપ, સંરચના અને સમય ના વિશે વિસ્તૃત માહિતી માટે મહેરબાની કરીને પેસેન્જર www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

YP/GP/JD(Release ID: 1930057) Visitor Counter : 103