પર્યાવરણ અને વન મંત્રાલય

ગાંધી આશ્રમ શાળા, મંગવાણા ખાતે સામાજિક વનીકરણ રેન્જ-નખત્રાણા તરફથી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી

Posted On: 05 JUN 2023 8:01PM by PIB Ahmedabad

આજે ગાંધી આશ્રમ શાળા મંગવાણા ખાતે સામાજિક વનીકરણ રેન્જ-નખત્રાણા તરફથી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં કમલેશભાઈ મહેશ્વરી – કેન્દ્રીય સંચાર બ્યુરો માહિતી અને પ્રસારણ સંચાર, તેમજ ભૂપતભાઈ લકુમ-વેલસ્પન ફાઉન્ડેશન-નખત્રાણા તેમજ ઈકબાલભાઈ સોઢા-મંગવાણા ગ્રામ પંચાયત સભ્ય તેમજ કાનજી ઉમરશી જયપાલ-ઉપસરપંચ, વરમસીડા તેમજ કુંવરભાઈ ધનાભાઈ પટેલ-મંગવાણા પાટીદાર સમાજ પ્રમુખ તેમજ મણીલાલ મીઠુભાઈ નામોરી-સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તેમજ રમેશભાઈ ભાભોર-આચાર્ય ગાંધી આશ્રમ શાળા તેમજ સામાજિક અગ્રણીઓ, ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ઉપસ્થિત મહેમાનોને તુલસીના રોપા આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને મિશન LiFE અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કમલેશભાઈ મહેશ્વરી-કેન્દ્રીય સંચાર બ્યુરો માહિતી અને પ્રસારણ સંચાર દ્વારા પર્યાવરણ વિશે મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ પરિક્ષેત્ર વન અધિકારી શ્રી આઈ. જે. મહેશ્વરી દ્વારા પોતાના વક્તવ્યમાં પર્યાવરણ જાળવણી તેમજ વૃક્ષોની અગત્યતા સમજાવવામાં આવી હતી. આ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી સફળ કરવામાં શ્રી કે. કે. પરમાર વનપાલ તેમજ શ્રી એચ. એસ. ચુડાસમા-વનપાલ તેમજ શ્રી એમ. ડી. પરમાર-વનરક્ષક તેમજ શ્રી આર. એ. બારેજા-વનરક્ષમક તેમજ કુ. પી. જી. પરમાર-વનરક્ષા સહાયક વગેરેએ જહેમત ઉઠાવી હતી.

YP/GP/JD



(Release ID: 1930049) Visitor Counter : 155