સંસ્કૃતિ મંત્રાલય

રામવાડી, ઉત્રાણ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાઉન્ટડાઉન અંતર્ગત 50થી વધુ મહિલાઓએ કર્યો યોગાભ્યાસ


કેન્દ્રીય સંચાર બ્યૂરો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઉત્રાણ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ

Posted On: 01 JUN 2023 5:57PM by PIB Ahmedabad

ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા.21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જેને અનુલક્ષીને કેન્દ્રીય સંચાર બ્યૂરો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઉત્રાણ ખાતે મહિલાઓ માટે યોગાભ્યાસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેનો લાભ 50થી વધુ ગૃહિણીઓએ લીધો હતો.

              

ભારતે વિશ્વને યોગ જેવી સમૃદ્ધ ભેટ આપી છે. ભારતીય સંસ્કૃતિ અને આપણી પ્રાચીન પરંપરાને યોગ થકી દુનિયાભરમાં સ્વીકૃતિ મળી છે. ત્યારે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે દેશભરમાં કાઉન્ટડાઉન કાર્યક્રમો શરુ થઈ ગયા છે. જેમાં ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઉત્રાણ ખાતે આજે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સુરત પ્રચારક નિશાબેન પંડ્યા, યોગ પ્રશિક્ષક દિવ્યાબેન કોશિયા, વર્ષાબેન વાઘાણીએ  ઉપસ્થિત ગૃહિણીઓને આં. રા.યોગ દિવસનાં નિયમ પ્રમાણે સામાન્ય યોગ અભ્યાસ કરાવ્યો હતો. મહિલાઓએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં વિવિધ આસનો તેમજ પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. કાર્યક્રમનાં સમાપન પ્રસંગે સહભાગી મહીલાઓને કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે  કેન્દ્રીય સંચાર બ્યૂરોનાં ક્ષેત્રિય પ્રચાર અઘિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા અને રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.

YP/GP/JD



(Release ID: 1929109) Visitor Counter : 192