ગૃહ મંત્રાલય
દમણ કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોના કલ્યાણ અને સલામતી માટે વર્કશોપનું આયોજન
Posted On:
24 MAY 2023 5:47PM by PIB Ahmedabad
દમણ કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોના કલ્યાણ અને સલામતી માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોસ્ટ ગાર્ડની બચાવ કામગીરી પરની ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ પછી ભારતીય હવામાન વિભાગના અધિકારી ધર્મેન્દ્ર પટેલે હવામાનના માપદંડો, ધુમાડો, વરસાદ, પવનની ગતિ વિશે માહિતી આપી હતી. દમણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જીજ્ઞેશ પટેલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દરમિયાન ઉપયોગમાં લેવાતા ફોન નંબરો વિશે માહિતી આપી હતી.
આ સાથે સાચેત અને દામિની સુરક્ષા મોબાઈલ એપ વિશે જણાવ્યું હતું. આપત્તિ વ્યવસ્થાપન માછીમારો અને લોકોને કેવી રીતે મદદ કરી શકે છે તે સમજાવવામાં આવ્યું હતું. આ સાથે મત્સ્યોદ્યોગ વિભાગે તેની કામગીરી વિશે માહિતી આપી હતી. દમણ કોસ્ટગાર્ડે ડેમો દ્વારા જણાવ્યું હતું કે દરિયામાં આપત્તિ સમયે કેવી રીતે મદદ કરવી. તેમણે માછીમારોની સુરક્ષાને લઈને અનેક ઉપાયો જણાવ્યા હતા. માછીમારી કરવા જતી વખતે બોટમાં લાઈફ બોટ અને અન્ય સુરક્ષા સાધનો હોવા જોઈએ તેવી માહિતી આપવામાં આવી હતી.
કોસ્ટ ગાર્ડના કમાન્ડિંગ ઓફિસર એસએસએન બાજપાઈએ મીડિયાને જણાવ્યું કે ચોમાસાની શરૂઆત પહેલા માછીમારો માટે એક જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. માછીમારોને લગતા અન્ય વિભાગોએ પણ આમાં ભાગ લીધો છે. IMG, સમાજ કલ્યાણ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અને મત્સ્યોદ્યોગ વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે સુરક્ષા સામગ્રી વિશે માહિતી આપવામાં આવી હતી. ડેમો પણ બતાવવામાં આવ્યો હતો. માછીમારો દરિયામાં તેમના જીવન વિશે જાગૃત થશે.
કોસ્ટગાર્ડ એરસ્ટેશન ખાતે આયોજિત વર્કશોપમાં દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ, કોસ્ટગાર્ડ કમાન્ડીંગ ઓફિસર એસએસએન બાજપાઈ, ભાજપ પ્રમુખ દિપેશ ટંડેલ, અન્ય મહિલા ગ્રુપના પ્રમુખ પુનીતા શાહ અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1926971)
Visitor Counter : 174