રેલવે મંત્રાલય

23મી મે 2023ના રોજ એન્જિનિયરિંગ બ્લોકને કારણે બાજવા - રણોલી સ્ટેશન પર કેટલીક ટ્રેનોને અસર થશે

Posted On: 22 MAY 2023 7:10PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલ્વેના વડોદરા - આણંદ રેલ્વે વિભાગના બાજવા - રણોલી સ્ટેશનો વચ્ચે પુલ નંબર 614 (km-407/26-28) ડાઉન લાઇન પર એન્જિનિયરિંગ બ્લોકને કારણે 23 મે, 2023 (મંગળવારે) કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો નિયમન કરવામાં આવશે (મોડા).

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ સુપરફાસ્ટ વડોદરા - અમદાવાદ વચ્ચે રદ રહેશે.

ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ એક્સપ્રેસ અમદાવાદ-વડોદરા વચ્ચે રદ રહેશે.

રેગ્યુલેટ થનારી ટ્રેનો:

ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ 1 કલાક 30 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.

ટ્રેન નંબર 12656 નવજીવન એક્સપ્રેસ સુપરફાસ્ટ 25 મિનિટ રેગ્યુલેટ (લેટ) થશે.

ટ્રેન નંબર 22959 જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ 15 મિનિટ રેગ્યુલેટ  (લેટ) થશે.

ટ્રેન નંબર 22938 રીવા - રાજકોટ સુપરફાસ્ટ 20 મિનિટ રેગ્યુલેટ  (લેટ) થશે.

રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

YP/GP/JD



(Release ID: 1926429) Visitor Counter : 95