રેલવે મંત્રાલય
પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સાપ્તાહિત ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન
Posted On:
22 MAY 2023 7:06PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સ્પેશિયલ ભાડું લઇને સાપ્તાહિક ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :
ટ્રેન નંબર 09461/09462 ગાંધીધામ-અમૃતસર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (12 ફેરા)
ટ્રેન નંબર 09461 ગાંધીધામ-અમૃતસર સ્પેશિયલ ટ્રેન 26 મે થી 30 જૂન, 2023 સુધી દર શુક્રવારે ગાંધીધામથી સવારે 06:30 વાગ્યે પ્રસ્થાન કરી શનિવારે બપોરના 12:35 વાગ્યે અમૃતસર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09462 અમૃતસર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન 27 મે થી 01 જુલાઇ, 2023 સુધી દર શનિવારે અમૃતસરથી બપોરના 14:30 વાગ્યે પ્રસ્થાન કરી રવિવારે સાંજે 18:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન સામાખ્યાલી, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, ભીલડી, રાનીવાજા, મારવાડ ભીનમાલ, મોદરન, ઝાલૌર, મોકલસર, સમઢડી, લૂણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, ડેગાના, છોટા ખાટૂ, ડીડવાના, લાડનૂ, સુજાનગઢ, રતનગઢ, ચૂરુ, સાદુલપુર, હિસાર, લુધિયાણા, જાલંધર અને બ્યાસ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ કમ સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ રહેશે.
ટ્રેન નંબર 09461નું બુકિંગ 23 મે, 2023થી યાત્રી રિઝર્વેશન કેન્દ્રો અને આઇઆરસીટીસની વેબસાઇટ પર શરૂ થશે. યાત્રીઓ ટ્રેનોના પરિચાલનના સમય, રોકાણ અને સંચરના સંબંધિત વિગતવાર જાણકારી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઇને નિરીક્ષણ કરી શકે છે.
YP/GP/JD
(Release ID: 1926428)
Visitor Counter : 131