પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

G20માં ભારતની યાત્રા પર દીવમાં પ્રદર્શનનું આયોજન

Posted On: 18 MAY 2023 11:56AM by PIB Ahmedabad

G20 સચિવાલય એજ્યુકેશન હબ કેમ્પસ, દીવ ખાતે G20 RIIG WG મીટિંગની સાથે G20માં ભારતની યાત્રા પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે, 18મી મે 2023ના રોજ શ્રી પ્રફુલ્લ પટેલ, દમણ અને દીવ અને દાદરાનગર અને હવેલીના પ્રશાસક અને G20 શેરપા શ્રી અમિતાભ કાંતે તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રદર્શન RIIG મીટિંગના પ્રથમ દિવસથી શરૂ કરીને એક સપ્તાહ માટે યોજવામાં આવી રહ્યું છે, એટલે કે. 18 મે 2023, અને 19 મે 2023 ના રોજ RIIG મીટિંગના સમાપન બાદ આ પ્રદર્શન સામાન્ય લોકોના જોવા માટે ખુલ્લું રાખવામાં આવશે.

આ પ્રદર્શન ભારતની ઐતિહાસિક G20 પ્રેસિડેન્સી વિશે જાગરૂકતા પેદા કરવા માટે એક માહિતીપ્રદ અને આકર્ષક પ્લેટફોર્મ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા વયસ્કોમાં-જનભાગીદારીની ભાવનાને આગળ ધપાવવા કામ કરશે.

એજ્યુકેશન હબ ખાતે આવેલી સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ દીવની સ્થાનિક શાળાઓ પણ આગામી સપ્તાહમાં પ્રદર્શનની મુલાકાત લેશે. શાળાના બાળકો માટે ખાસ બનાવેલ બ્રોશર, G20નો પરિચય, પણ સ્થળ પર વિતરિત કરવામાં આવશે. G20 ફ્રેમવર્ક સાથે લોકોના જોડાણને પ્રોત્સાહિત કરવા માટે સ્થળ પર સેલ્ફી બૂથ પણ બનાવવામાં આવ્યું છે.

YP/DT/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1925076) Visitor Counter : 169


Read this release in: English