પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાની ઉપસ્થિતિમાં અમદાવાદમાં સરદાર પટેલ મેમોરિયલ હોલ, શાહીબાગ ખાતે પાંચમા રોજગાર મેળાનું આયોજન કરાયું

Posted On: 16 MAY 2023 7:13PM by PIB Ahmedabad

આજે અમદાવાદમાં શાહીબાગ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ અનુસાર પાંચમા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રોજગાર મેળો દેશમાં 45 જેટલી જગ્યા ઉપર યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત આજે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ભારત સરકારના જુદા જુદા વિભાગો જેવા કે રેલવે પોસ્ટ વિભાગના ક્લાર્ક સિનિયર ક્લાર્ક રેલવેમાં ટેકનિકલ ભરતી જેવા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં 45 સ્થળોએથી વર્ચ્યુઅલ માધ્યમથી લગભગ 70,000 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આવા મેળાની શરૂઆત ઓક્ટોબર 2022માં કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10 લાખ યુવાનોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું. આવા 45 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાની ઉપસ્થિતિમાં આયોજિત રોજગાર મેળામાં પોસ્ટ વિભાગમાં 71, રેલવેમાં 47, સીએસડી-ડિફેન્સમાં 2, સીસીએ-ગુજરાતમાં 5, ડિફેન્સ-એસ્ટેટમાં 2 અને ડિફેન્સ-એકાઉન્ટમાં 2 એમ કુલ 129 નિમણૂંક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.  

YP/GP/JD



(Release ID: 1924591) Visitor Counter : 136