સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવાની યુવાઓને તક મળી છે: કેન્દ્રીય દૂરસંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ

વડોદરા સહિત દેશભરમાં 45 સ્થળે પાંચમાં રોજગાર મેળાનું આયોજન

Posted On: 16 MAY 2023 1:36PM by PIB Ahmedabad

 

દેશનાં યુવાનોને રોજગાર આપવા માટેના પ્રધાનમંત્રીનાં સંકલ્પને સાકાર કરવા માટે 2022થી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે દેશભરમાં 45 સ્થળે પાંચમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા ખાતે કેન્દ્રીય દૂરસંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરાના પંડીત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે પોસ્ટલ વિભાગ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કેન્દ્રીય દૂરસંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 3 લાખથી વધુ યુવાનોને રોજગાર મેળા દ્વારા નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે. જ્યારે આજે પાંચમાં રોજગાર મેળમાં 71 હજાર યુવાઓને સરકારી નોકરીનાં નિયુક્તિ પત્ર મળશે. આજે નિયુક્ત થતાં યુવાઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવાની  જવાબદારી નિભાવવા માટે સેવાનો અભિગમ રાખવો પડશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીની મદદથી કાર્ય સંસ્કૃતિમાં પારદર્શિતા આવી છે. ત્યારે આજે સરકારમાં કામ કરવાની તક મળી છે એવા યુવા મિત્રોએ પોતાની કામગીરીથી લોકોનાં જીવનધોરણમાં સુધારો આવે એવા પ્રયત્નો કરવા જોઈએ.

વડોદરામાં  નિયુક્તિ પત્ર એનાયત કરવાના સમારોહમાં દેશભરનાં યુવાનો અને યુવતીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા પ્રેરક ઉદબોધનનું જીવંત પ્રસારણ જોવાની વ્યવસ્થા પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

આજના રોજગાર મેળા દ્વારા પોસ્ટ ઓફિસમાં 69, બેંકમાં 01, ઓએનજીસીમાં 12 અને રેલવેમાં 48 મળીને કુલ 130 યુવાનો અને યુવતીઓને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટધારાસભ્ય શ્રી કેયૂર રોકડીયા, મેયર શ્રી નિલેશ રાઠોડપોસ્ટ વિભાગના  દક્ષિણ ગુજરાતના નિયામક ડૉ. એસ.શિવરામ સહિત સરકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 અહીં નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા યુવાનો અને યુવતીઓની ગ્રામીણ  ડાક  સેવકપોસ્ટ્સ  નિરીક્ષક,  વાણિજ્ય- કમ- ટિકિટ  ક્લાર્કજુનિયર  ક્લાર્ક- કમ- ટાઈપિસ્ટજુનિયર  એકાઉન્ટ્સ  ક્લાર્કટ્રેક  મેઈન્ટેનરઆસિસ્ટન્ટ  સેક્શન  ઓફિસર,   લોઅર  ડિવિઝન  ક્લાર્કસબ  ડિવિઝનલ  ઓફિસર જેવી  વિવિધ  જગ્યાઓ પર પસંદગી કરવામાં આવી છે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1924436) Visitor Counter : 181