રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

25 જુલાઇથી પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સુપરફાસ્ટ તરીકે ચાલશે

Posted On: 15 MAY 2023 7:46PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 19202/19201 પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ વધારીને એક્સપ્રેસથી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં બદલવાનો તેમ જ તેના આવવા-જવાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપરફાસ્ટ એક્સપ્રેસ થવાથી ટ્રેનના નંબરોમાં પણ ફેરફાર કરવામાં આવશે. અમદાવાદના મંડળ રેલ પ્રવક્તા અનુસાર તેની વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 19.07.2023 થી અને ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 25.07.2023 તારીખથી સુપરફાસ્ટ ચાલશે. આ ટ્રેન દર મંગળવારે પોરબંદરથી 00:55 વાગ્યાનને બદલે 01:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બુધવારે 08:00 વાગ્યાને બદલે 7:40 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. પરત આવતા આ ટ્રેન દર બુધવારે સિકંદરાબાદથી  15:00 વાગ્યાને બદલે 15:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને ગુરુવારે 22:05 વાગ્યેને બદલે 21:50 વાગ્યે પોરબંદર પહોંચશે.

ટ્રેન સુપરફાસ્ટ થવાથી આ ટ્રેન નંબરમાં પણ ફેરફાર કરવામાં આવશે.  12.09.2023 વાગ્યાથી ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદનો નંબર બદલી  20968 અને 13.09.2023 થી ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદરનો નંબર બદલાઇને 20967 થઇ જશે. ઉલ્લેખનીય છે કે ટ્રેનને સુપરફાસ્ટમાં ફેરફાર કર્યા પછી ભાડાનું અંતર (Difference) મુસાફરો પાસેથી વસૂલ કરવામાં આવશે.


(Release ID: 1924308) Visitor Counter : 101